SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનઉોતને કાળ. મટી મેદની મળતી હશે. આ પ્રમાણે થવું એ દર્શનકાળમાં તદ્દન બનવા જોગ છે. ગૃહસ્થ અને સાધુવની આ કાળમાં આવી દશા હતી એમ સામાન્ય રીતે કહી શકાય, વધારે વિસ્તારથી તેને ખ્યાલ કરવા માટે સદરહુ બસે સ્તવને વાંચવા ભલામણ છે. એમાં સાધુવેશધારીઓ લેકેને કેવી રીતે છેતરતા હતા, કે મૃષા ઉપદેશ આપતા હતા, કેવી રીતે પિતાનાં માન પૂજા વધારતા હતા, અને તેને લઈને શાસનની કેવી દશા થઈ હતી તેનું તાદૃશ ચિત્ર આપવામાં આવ્યું છે આવી સ્થિતિ જ્યારે સામાન્ય જનસમૂહની હતી ત્યારે સાથે જ અસાધારણ જ્ઞાનબળ ધરાવનાર અનેક મહાત્માની ર૯નાવીહયાત હતી અને વિશિષ્ટ તત્વજ્ઞાન, ન્યાય અને ક્રિયાકાંડના ગ્રથને નિષ્કર્ષ કાઢી તેનું સ્વરૂપ લયમા લઈ તે પ્રમાણે જનસમૂહને દેરવી શકે એવી અસાધારણ શક્તિવાળા મહા પુરૂછે તે વખતે પૃથ્વીતળને પાવન કરતા હતા. આ કાળમાં ઉત્તમ વૈરાગ્યવાળા પુરૂ જૈન અને જૈનેતરમા બહુ મોટી સંખ્યામાં થયા હતા અને તેઓ પ્રબળ શક્તિવાળા અને જનસમૂહુની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં માટે ફેરફાર કરાવી શકે તેવા હતા તે હવે પછી જોવામાં આવશે. બાકી સામાન્ય રીતે તે “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ રેજિનવચન અન્યથા દાખવે, આજ તે વાજતે ઢેલ રે. સ્વામી સીમંધરા વિનતિ. આવી ગુરૂઓની સ્થિતિ થઈ પડી હતી અને તેથી ઉપાધ્યાયજીને એવા શબ્દ કાઢવા પડયા હતા કે— જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરા કુલાચાર રે, તૂટે તેણે જ દેખતાં, કિહાં કરે લેક પિકાર રે સ્વામી સીમંધરા વિનતિ આ બન્ને સ્તવને સૂક્ષ્મ દષ્ટિએ વાંચતાં સામાન્ય અસર મનપર એવી થાય છે કે એ સમયમાં સાધુઓ શિથિલાચારી થઈ ગયા હતા, ગૃહસ્થ વિષયસેવામાં અને જ્ઞાનન્ય આડબરમાં આસક્ત થયા હતા અને તેમને જ્ઞાનની મહત્તા શું છે તેની સારી રીતે સમજણ પાડવાની જરૂર હતી. બાહા ભાવ ત્યાગ કરી આત્મિક દૃષ્ટિ * સવાસ ગાથાનુ સ્તવન-પ્રથમ ઢાળ-ગાથા આઠમી. # સદર-ગાથા ત્રીજી.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy