SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 86 આનદઘનજી અને તેના સમય. રાજે જે ખાકીનાં સ્તવના લખ્યાં હાત તે અતિ વિશુદ્ધ આત્મદશાના ભાવ બતાવનાર અને ખાસ કરીને ચાળની અતિ ઉત્કૃષ્ટ ઇશા સૂચવનાર ભાવના પ્રકાશ તે કરી આપત. ખાવીશમું સ્તવન તેનું બનાવેલું કહેવાય છે તેની વસ્તુચના, ભાષા અને વિષય એવા જૂદા પડી જાય છે કે તેટલા ઉપરથી જ તે અનુમાન કરી શકાતું હાય તા મારા વિચાર પ્રમાણે એ સ્તવન આનન્દઘનજીનું અનાવેલું હાય એમ સંભવતું નથી. એકવીશ સ્તવન સુધી જે લય ચાહ્યા આવે છે. તેને ત્યાં એકદમ ભંગ થઈ જાય છે અને તેમા લીધેલ વિષય સામાન્ય કવિને શેલે તેવા જ છે. બાકીનાં સ્તવના પૂણૅ કરવા અન્ય કવિએ પ્રયાસ કર્યો છે તે આનંદઘનજીનાં સ્તવના પાસે તદ્દન સામાન્ય અને પરખાઈ આવે તેવા જણાય છે. એમાં વસ્તુસ્થાપન અને ભાષાગૌરવ એટલાં ફેરફાર પામી જાય છે કે એ સ્તવના જ ખાકીના ઉપરોક્ત સ્તવનની વિશાળતા, મહત્તા અને વિશેષતા બતાવવા માટે ખસ થશે. કૃતિના ક્રમઃ પદ અને સ્તવના મનાવવામાં ક્રમ શું જળવાયે હેશે એટલે કે પ્રથમ પદ્ય અનાવ્યાં હશે કે સ્તવના એ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય એવા પ્રશ્ન છે. મારા વિચાર પ્રમાણે પ્રથમ પો અનેલાં હાવાં જોઈએ અને તે સર્વ એકી વખતે નહિ પણ અવારનવાર અનેલાં હાવાં જોઈએ. તેના કારણેા નીચે મુજમ છે. ૧. પત્તુની ભાષામાં કેટલીક જગાએ મારવાડીને, કેટલીક જગાએ હિંદીના અને કાઈ કાર્યમાં ગુજરાતીના રંગ અવારનવાર જણાય છે જુદા જુદા વખતની અસર બતાવે છે. તે ૨. પદ્માની ગઠવણુ સ્તવન પેઠે એક સરખી નથી, ક્રમ ખાસ લીધેલા જણાતા નથી તે સમય જૂદા જૂદો બતાવે છે. ૩. સ્તવનની પેઠે એક વિચારને ક્રમસર વિવર કર્યો હાય એવા એક નિયમ પટ્ટામાંથી મળી આવતા નથી. ૪. વૈરાગ્ય અને ચાગનાં પઢી અવારનવાર ક્રમ વગર આવ્યા કરે છે તેમ જ વચ્ચે આલાપ સતાપનાં પદ્મા આવે છે અને આગળ વધતાં હરિયાળી આવે છે તે વિયુક્ત પ્રસંગે સ્પષ્ટ બતાવી આપે છે. ૫. જે વિચારપરિપક્વતા સ્તવનામા છે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિએ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy