SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 80 આનંદઘનજી અને તેને સમય. આ મુદ્દાઓ પર વિચાર કરવાથી જણાશે કે જ્યાં જ્યાં ગુજ રાતીની છાયા પદેમાં કે સ્તવમાં આવે છે ત્યાં પણ ઉત્તર દિશા બતાવનાર આંતરિક પૂરાવા મેજુદ છે. આટલા ઉપરથી અને ચાલી આવતી દતકથા, લકથા અને કિવદંતી પરથી તેઓને જન્મ બુદેલખડમાં થયે હોય એમ અનુમાન થાય છે. ઘણું વરસ સુધી આત્મધ્યાનમાં મસ્ત થઈ સંસારથી ઉદ્વિગ્ન દશામાં ફરતા તેઓ અવારનવાર પદે બનાવતા હોવા જોઈએ અને તે પદ તે વખતે પણ બહ કપ્રિય હોવાં જોઈએ એમ સહજ અનુમાન થાય છે. આગળ વધતાં તેઓ શત્રુંજ્યયાત્રા નિમિત્ત એકાદ વખત ગુજરાતમાં આવ્યા હાય એમ વાત ચાલે છે. પાલણપુરમાં બે અથવા તેથી વધારે ચાતુમસ કરવાની વાતે ત્યા પણ ચાલે છે. આ પ્રસંગે જીવનના છેવટના ભાગમા ચાવીશી પૈકીનાં બાવીશ સ્તવને બનાવ્યાં હોય એમ જણાય છે. (એકવીશ સ્તવન તેઓના બનાવેલો જણાય છે બાવીશમાની ભાષા અને તેનું વિષયનરૂપણ અને તેના વાક્યપ્રયેગે જતાં તે આનંદઘનજીનુ બનાવેલ હોય એમ મને લાગતું નથી) શરૂઆતમાં સ્તવને બનાવ્યાં હોય એમ ધારવુ એ તે તદ્દન બેહૂદુ છે, કારણ કે સ્તવમાં વિચારની પ્રૌઢતા અતિ વિફરવાર થયેલી રપષ્ટ જણાઈ આવે છે અને બાવીશ સ્તવને બનાવી બાકીનાં બે સ્તવને બનાવવા રહેવા દે એ વાત બનવા જોગ નથી. ગમે તે કારણથી છેવટનાં બે સ્તવને બનાવવાં રહી ગયા અને ત્યાર પછી બે કવિઓએ તે સ્તવને પૂરી કરવા તેમના વતી પ્રયાસ કર્યો, પણ જે આધ્યાત્મિક અથવા યૌગિક વિચારની ધારા તેઓ બાવીશ સ્તવમાં લાવી શક્યા છે તેની ગઇ પણ પછવાડેના બે સ્તવમાં આવી શકી નથી. પ્રબળ આત્મજ્ઞાનથી પૃથ્વીતલને પાવન કરનાર અને હૃદયગાનથી અન્યના મસ્તકને જ નહિ પણ હૃદયને અસર કરનાર અધ્યાત્મરસિક મહાભાની ફતેહ બાકી રહેલા વિષયને અપૂર્ણ સ્થિતિમાં રહેવા દે પડ્યો છે એ જ હકીક્ત પૂરતી રીતે બતાવી આપે છે. તેઓશ્રી કાઠિયાવાડમાં અથવા ગુજરાતમાં જગ્યા હોય એમ બતાવવાને એક પણ બાહા કે આતરિક પૂરા ખાત્રીલાયક મળે નથી. માત્ર આપણું અમુક લાગણને તૃત કરે એવા એ અનુમાનપર દેરવાઈ જવા જેવું નથી. તેઓને પ્રદેશ ઉત્તર હિંદમાં હવાના બીજા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy