SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણપચાસણું.] પતિમેળાપ માટે યાચના. ૫૬૫ શરીરે અરવસ્થ રહી શરીરવિભૂષાની દરકાર ન કરતાં પતિના મેળાપ માટે જે મળે તેને આવી રીતે કહે છે તે વિકમાર્વશીયના વાંચનારે પુરૂરવના સંબંધમાં બીજી રીતે જોયું હશે. ત્યાં ઉર્વશીના વિરહથી મત્ત થયેલ પુરૂરવ મધુકર, હરણ, વેલડી વિગેરે જેજે મળે છે તેને ઉર્વશીના સમાચાર પૂછે છે, તેવી જ રીતે વિરહવેલી સ્ત્રી પણ તેવા જ આલાય કરે છે. ચેતનાના આ પ્રસંગે જે ઉગારે નીકળે છે તે આપણે અગાઉનાં પદેમાં બહુ ઠેકાણે જોઈ ગયા છીએ. ભાવ એ છે કે પતિને મળવા માટે સુમતિના મનમાં હવે પ્રબળ આકાંક્ષા થઈ છે અને તેથી જ તે નાનપર અગ્નિ પડવા જેવું વચન બોલી જાય છે. આ પદને આધ્યાત્મિક ભાવ હવે વિચારીએ. સુવર્ણવર્ણના નાથમાં કઈ પણ પ્રકારને ડાઘ નહેય. જે કંચનત્વ શુદ્ધ સ્થિતિમાં સુવર્ણમાં હોય છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. અત્યારે તે નાથ કંચનવર્ણવાળા છે પણ વસ્તુતઃ તે કંચનરૂપજ છે, જાતે સુવર્ણ જ છે અને કેઈપણ પ્રકારના મેલ વગરના છે. એમને અત્યારે જે મેલ લાગ્યા છે તે માત્ર માયામમતાદિકના પ્રસગને લઈને છે, બાકી જે એ પ્રસંગ દૂર થશે, રાગ દ્વેષની પરિણતિ ઓછી થશે અને વસ્તુસ્વરૂપ પતિ ઓળખશે ત્યારે તેઓ કચનવર્ણ મટી કંચન થઈ જશે. આવા પતિ સાથે છે અનુભવ! તું મારે મેળાપ કરાવી આપ, કે થતિમ! મારા પતિ સાથે મને એકરૂપ કરી દે છે ધર્મ શુકલ ધ્યાના પતિને ધ્યાનમાં લઈ આવે, હે મહાવતે! યમ નિયમાદિકથી પતિને વિશુદ્ધ કરી મને પતિ સાથે બેસાડો, હે શાયિક સમ્યવા તું મારા પતિને અહીં ઘસડી લાવ વિગેરે વિગેરે જે જે મળે છે, તે સર્વને સુમતા કહે છે કે તમે મારા પતિને અને મારે મેળાપ કરાવી આપ, મને એમના વગર જરા પણ ચેન પડતું નથી. પતિવિરહિણી સ્ત્રી પતિના વિરહદુખમાં જેમ કેઈ પણ પ્રકારના શણગાર સજતી નથી તેમ હું પણ કાંઈ કરતી નથી અને રાત્રિ દિવસ પતિની ઝંખના ક્યાં કરું છું. પતિ વિરહી સ્ત્રીને જેમ અંજનની રેખા પણ ગમતી નથી તેમ પતિને અને મારે વિરહ છે તે સંબંધી વાતને કેઈ ઉપદેશ • નાટક, કાલીદાસ કવિકૃત જુઓ વિક્રમોર્વશીય નાકને અંક . * દાખલા તરીકે જુઓ પદ પચીશમુ તથા એકત્રીશમુ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy