SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાળીસમું] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિરા. ૫૩૩ કહે છે કે અલખમાં મગ્ન રહેવું, એને ઉરચાર કરો અને દુનિયાની જંજાળને છોડી દેવી. આવી રીતે જે જે સેબતીની સગતમાં હું પડી, તેણે મને પિતાના જેવી બનાવી દીધી, તેના મતમાં ધર્મનું સર્વસવ મૂકી દીધું અને ઉઘાડી રીતે જાહેર કર્યું અથવા પોતાના વર્તનથી બતાવી આપ્યું કે પોતાના મત સિવાય અન્યત્ર સત્ય હોઈ શકે. નહિ. દર્શનમોહ એ આકરે છે કે સુજ્ઞ ને પણું તે ઉધા પાટા બધાવી છતી આંખે અંધવ લાવી આપે છે. મતને આગ્રહ એટલો સજજડ ચોટી જાય છે કે પછી બીજા અન્ય તરફ દષ્ટિપાત કરવાનો ખ્યાલ પણ રહેતું નથી, વિચાર પણ આવતું નથી અને મન પણ થતું નથી. આવા એકપક્ષી ધારણથી કરેલા નિર્ણય કેટલીક વખત એવી ધર્મની બેટી લડાઈઓમાં પરિણામ પામે છે કે જે ઈતિહાસ તપાસે હોય તે તેમાં અંધેઅંધની અનેક લડાઈઓ થયેલી જોવામાં આવશે. વમતઆગ્રહથી વિકળ થયેલાં ચક્ષુને અન્યદર્શનના જ્ઞાનની ઈચ્છા પણ થતી નથી અને આવી રીતે સ્વમતઆગ્રહમાં ચાલ્યા જ જવાય છે. શુદ્ધચેતના કહે છે કે આવી રીતે હું જ્યાં જ્યા ગઈ ત્યાં ત્યાં મારું એકાંત સ્વરૂપ થતું ગયું, માશ ઉપર મેલ વધતા ગયા અને મારું શુદ્ધ ચેતના સ્વરૂપે પ્રગટ થતું અટતું ગયું. વ્યવહારમાં ચેતનની આવી જ સ્થિતિ થાય છે તે પુખ્ત વિચાર કરીને અવલોકન કરવાથી બરાબર સમજાશે. *राम भणीरहेमान भिणावी, अरिहंत पाठ पगइ। घर घरने हुं धंधे विलगी, अलगी जीव सगाइ. मायडी०३ * છાપલી બુકમાં ચાથી ગાથાને ત્રીજી મૂકી છે અને આ ગાથાને થી મૂકી છે સબધ પ્રમાણે તે બેટ છે અને સર્વ પ્રતમાં ચાલુ ગાથાને ત્રીજી ગાથા તરીકે મફી છે. t “રામ ભણાવી રહેમ ભણાવી” એમ પાઠ એક પ્રતમાં લખ્યા છે, પઠાઇને બદલે છાપેલી બુમાં “પઢાઈ પાઠ છે. - ૩ રામ રામ શબ્દ ભણી બોલતી હતી. રહેમાન રહિમાન, અલ્લા શખ ભણાવી=પાઠ કરાવ્યો અરિહત અહ«, વીતરાગ પાઠચ્ચાર, પાઈ–બાલા, કરાવ્યા. ઘર ઘરને પોતપોતાનાં ઘરને ઘધે ધધામા, કામમાં વિલગી લાગે, મને લગાડી અલગ અળગી, કર રહી. જીવ સગાઈ આત્માનું સગપણ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy