SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૫ પીસ્તાળીશમુ] ધાટઉતારણ નાવયાચના. કરું છું અથવા નૌકામાર્ગનું દર્શન કરાવવા આપને વિજ્ઞપ્તિ કરું છું, આપની પાસે યાચના કરું છું, આપની પાસે માગણી કરું છું. આ અર્થ કરવામાં પતિ તેરમે ગુણસ્થાનકે ગયાની વાત કરી છે તેને ભાવ ભવિષ્યત્ સ્થિતિ અંગે હોય એમ ધારી શકાય અથવા તે ફલેશ બતાવે છે. એમને મળવાનો માર્ગ શુદ્ધ દર્શનરૂપ ભાવનકા આપવાની ચેતના આનન્દઘન પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે. આ આખા પદમાં મુખ્ય વાત શુદ્ધચેતનાને પ્રાપ્ત કરવાની અને માયામમતાને ત્યાગ કરવાની કરી છે. માયામમતાની પ્રપંચી રીતભાત અને શુદ્ધચેતનાના સરળ માર્ગો અને તે પ્રાપ્ત કરવાની ચેતનજીની શોધક વૃત્તિ ચેતનજીની એગમાર્ગમાં પ્રગતિ બતાવે છે. માયામમતાની બુદ્ધિ તજી દઈ તેણે હવે અનુભવની મતિએ ચાલવા વિચાર કર્યો છે અને તે પ્રસંગે શુદ્ધ ચેતનત્વને વિરહકાળ દૂર કરવા પ્રબળ ઈચ્છા બતાવી છે, તે દશા લાંબા વખત સુધી રહે તે બહુ લાભ થાય એને માટે ચેતનજીને મેહરાજા સાથે મોટી લડાઈ લડવી પડે છે તેનું સ્વરૂપ હવે પછીના પદમાં બતાવવામાં આવશે અત્રે જે વાત કરી છે તેને ભાવ બતાવવામાં વિષમ અર્થને અંગે કેટલીક અર્થચર્ચા કરવી પડી છે, પરંતુ ગમે તે અર્થ કરતાં એક ભાવ સ્પષ્ટ રીતે નીકળી આવે છે અને તે માયામમતાનું વિરસપણું અને ચેતનત્વનું વિશુદ્ધપણું બતાવે છે. એ ભાવ સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં લઈ ચેતનજીને પ્રાપ્ય ધર્મો પ્રાપ્ત કરવા અત્ર સૂચના છે અને વિભાવને ત્યાગ કરવા આગ્રહ છે. ભાવનૌકાની જે વાત પ્રથમ પદમાં કરી છે તેને ભાવ આ પદમાં વિશેષ સ્પષ્ટ થાય છે. એ ભાવ સમજી તેવી નૌકા પ્રાપ્ત કરવા દઢ પ્રયાસ કરવાથી મહાદુખમય વિભાવદશાને અંત આવશે. તેથી ઘાટઉતારણુ નાવની યાચના ઉચિત રીતે ઉચિત શબ્દોમાં ઉચિત સ્થાનકે થઈ છે તે બરાબર લક્ષ્યમાં રાખવું અને લક્ષમાં રાખીને તે મેળવવા દઢ ભાવના કરવી અને તેને માટે એગ્ય સાધનો એકઠાં કરવા. AAAANA
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy