SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ આનંદધનના પદા. [પદ સાધ્ય ઉપર નિરંતર લક્ષ્ય રાખીને શક્તિગત આત્મધમોને વ્યક્ત કરવાની આવી સુંદર તક જવા ન દેવી એ શુદ્ધ સનાતન ચેતનજીનું અગ્ર કર્તવ્ય છે ચેતનજીની વર્તમાન પ્રવૃત્તિ સદાચરણમાં તે છે, પરતુ હજુ શુદ્ધચેતના સાથે તન્મયતા કરાવનાર વેગસંન્યાસનો કાળ પ્રાપ્ત થયેલ નથી તેને માટે આ પદનાં વચને છે. અધ્યાત્મશેલીમાં રહેલ શૈલેશ શબ્દથી પરમાત્થ દશા જણાવી છે. આ પદનો આ મહાન ઉરચ આશય બહુ દીર્ધ દૃષ્ટિથી વિચારવા યોગ્ય છે અને સામર્થ્યાગનું સ્વરૂપ સમજી તેને પ્રાપ્ત કરવાનાં સાધને એકત્ર કરવાને આ અવસર ભૂલવા જેવું નથી. પદ ચુંમાળીસમું રાગ ટહી. तेरी हुँ तेरी हुँ एती कहुरी; इन वातनमें दगो तुं जाने तो करवत काशी जाय ग्रहुँरी. तेरी हुँ० १ હું તારી પત્ની છું, હું તારી પત્ની છું એટલું કહું છું. એ વાતમાં કોઈ કપટ તને માલુમ પડે તે કાશી જઈ કરવત મૂકાવું.” ભાવ-ગતપદમાં સ્વશક્તિગત ધમ કેવા સુંદર છે અને તેમાં ચેતનજી કયારે આવશે તે બતાવતાં ચેતનજીએ કહ્યું કે પીતળ ઉપર હીરા માણેક જડાતાં નથી અને છેવટે બતાવ્યું કે આનંદઘનટવરૂપ સાથે અવસર પ્રાપ્ત થશે ત્યારે પોતે આનંદ કરશે. આ ઉદ્દગાર સાંભબીને ચેતનાને વિચાર થયે કે ચેતનજી કદાચ ઉપર ઉપરથી મારાપર પ્રેમ બતાવવાનો વિચાર દર્શાવતા હશે પણ તેઓના મનમાં મારા પતિવ્રતપણુની પકકી ખાત્રી હશે કે નહિ તે હજી તેઓના ઉદગારથી સમજાતું નથી, કારણ કે વચ્ચે જે કે તેઓ બોલ્યા છે કે પીતળ + “જન બાતનક દળ તુ જાને આવા પાઠ બે મતમાં છે એનો અર્થ કરવામા દરેગ શબ્દને ભાવ સમજાતું નથી સબધ ઉપરથી તેને અર્થ ખાટી એમ થતા જણાય છે. બાતનામને બદલે બાતમે એમ પાઠ બે મતમાં છે તેમાં અર્થ ફેર થતો નથી ૧ તેરી-તાવી. પતે હું એતી એટદ્યુ. ઇનએ. બાતમેં વાતમા દગા= કપટ, લુચ્ચાઈ કાછી અનારસ જાય જઈને. ગ્રહરી ગ્રહણ કર, મકા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy