SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ તેંતાળીસમું.] ચેતનના આત્મશક્તિસૂચક ઉદ્દગાર जब अपनो पद आप संभारत, तव तेरे परसंग परैरी. मेरी० २ એટલું તે હું નક્કી જાણું છું કે પીતળ ઉપર હીરામાણેક જડાય નહિ. જ્યારે મારું પદ હું પોતે સંભારીશ ત્યારે તારી સેબતમાં પડી જઈશ.” ભાવ-પિતાની સ્ત્રી સૌદર્યવાન હોય, પ્રવીણ હાય, ચાલાક હોય પણ તેને પતિ જો અન્ય સ્ત્રીઓમાં આસક્ત હય, કુલટાઓના કુછદ પડી ગયેલ હોય અને તેઓને પિતાને ઘેર બોલાવતા હોય અથવા પોતે તેઓને મંદિરે રખડતો હોય તે પછી પિતાની સ્ત્રીને સર્વ ગુણ અથવા કેટલાક ગુણેની પિતાને ખબર હોય છતાં પણ તેને દિલાસે આપવાના અને પિતાનું રખડવાનું ચાલુ રાખવાના ઇરાદાથી પિતે બે થિતિની વચ્ચે લટકતી વખત આ પદમાં જે વિચિત્ર ભાવ બતાવે છે તે જ અનુભવે છે. ચેતનજીને હવે સુમતિ તરફ પ્રેમ જાગ્રત થયે છે પણ માયામમતા તરફનું આકર્ષણ છેડી શકાતું નથી. સુમતિ મળે છે ત્યારે તેને નાખુશ ન કરવા માટે કહે છે કે હે પ્રિયા! તું મારી છે, તારે જરા પણ ડરવાનું નથી અને આ માયામમતા હાલ તારી સાથે લડે છે તેમાં તેઓનું કાંઈ વળવાનું નથી. આટલી વાતથી પણું પ્રવીણ બાળા સુમતિ કાંઈ સમજી જાય તેવી મૂર્ખ નથી તેથી તેને ફેસલાવવા-સમજાવવા ચેતનજી વધારે સ્પષ્ટ રીતે કહે છે કેપ્રિયા! જે. વ્યવહારમાં પણ પીતળ ઉપર કઈ હીરા માણેક કે અન્ય ઝવેરાત જડાતાં નથી, ગધેડા ઉપર સેનાની અબાડી ઘટતી નથી અને ભિખારીને ચક્રવતીનું સિંહાસન બેસવા મળતું નથી એ હું જાણું છું અને તને તે તેની ઘણું વખતથી ખબર છે. હું જાણું છું કે ઘેર ઘેર ભટકનારી એ માયામમતા કુલટાઓ છે, પીતળ જેવી છે અને મારે તેની સાથે સંબંધ રાખવે એ પીતળ ઉપર જડતર જડવા જેવું અથવા ગધેડા ઉપર સેનાની અંબાડી મૂકવા જેવું છે, તેથી મારી ૨ એટીએઠુ નિચે નિશ્ચ, નકી. રીવી=પીતળ જરાઉ=જાવ, ઝવેરાત, હીરામાણેક જરરી જાય. જબયારે અપને મારુ, પિતાનું પદસ્થાન, સ્થિતિ, સભારત=સભારીશ, યાદ કરીશ પરસંગ પ્રસંગ, સખત પરી=પડીશ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy