SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ચાળીશમું] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૦૭ માને છે, પરમેશ્વરની ઈચ્છા માત્રથી જગત ઉત્પન્ન થયું છે એમ બેલે છે, પરમાત્માને કલેશ અને પ્રયાસ વગર સુલભ માને છે અને તેને માટે અભિનવ પ્રત્યભિજ્ઞાને પર અને અપર સિદ્ધિના ઉપાય માને છે. અનવચ્છિન્ન પ્રકાશ અને આનંદવાળા સ્વતંત્ર પદાર્થને તેઓ મહેશ્વર માને છે. શિવતત્વનું દઢ પ્રતિપત્તિપૂર્વક જ્ઞાન થવાની જ અહીં જરૂર કહી છે એટલે પછી કોઈ સાધન કે ભાવના કરવાની રહેતી નથી. ઈશ્વરની પરિપૂર્ણ શક્તિનું જ્યારે સિદ્ધ આગમ અને અનુમાનથી જ્ઞાન થાય અને તે જ્યારે આત્મામાં અભિમુખ થાય ત્યારે નિસંશય સાન થાય છે કે હું પરમેશ્વર છું. શિવ સાથે ઐક્ય વગર આવી વ્યાવહારિક પ્રત્યભિજ્ઞાને અસંભવ છે. માયાને લીધે એક ભાગે પ્રકાશ થાય તે કામને નથી, પૂર્ણ અવભાસની સિદ્ધિની જરૂર છે અને તે પ્રત્યભિજ્ઞા છે. આત્મા માયાથી અંધ કર્મના બંધવાળે અને સારી છે. પોતે ઈશ્વર છે એમ જ્યારે વિદ્યારિવડે તેને સમજાવાય છે ત્યારે તે ચિઘન થાય છે અને તે મુક્ત છે એમ કહેવાય છે. ઈશ્વરનાં જ્ઞાન પ્રત્યભિજ્ઞા માટે શ્રમ અને પ્રયતન કરવાની જરૂર એટલા માટે છે કે તે શ્રમ અને પ્રયત્ન (અર્થક્રિયા) જીવ અને ઈશ્વરનું એકત્વ સિદ્ધ કરવાને માટે જોઈતી શક્તિને વ્યાપાર છે. પરસિદ્ધિ અને અપર સિદ્ધિ એ આ શક્તિનું લક્ષણ છે અને હું ઈશ્વર છું એવો ચમત્કાર આ અર્થક્રિયાને સાર છે. ઈશ્વરનું નિભસન ગુણના પરામર્શ વગરનું હોય તો પૂર્ણ ભાવને સંપાદન કરાવતું નથી, પરંતુ જ્યારે ગુરૂવચનાદિથી સર્વરત્વ, સર્વકર્તુત્વ વિગેરે લક્ષણયુક્ત પરમેશ્વરના ઉત્કર્ષનો પરામર્શ થાય છે ત્યારે પૂર્ણાત્મતાને લાભ થાય છે અને તેથી પ્રત્યભિજ્ઞાની જરૂર છે. - રસેશ્વર દર્શનમાં શરીરને આદ્ય ધર્મસાધન ગણવામાં આવે છે અને અપમૃત્યુ વિગેરે દૂર કરવા માટે રસપાનની પ્રશંસા કરે છે. પારદ (પારા)નું વિધિપૂર્વક પાન કરવાથી આ શરીરમાં જ અજર અમરપણું પ્રાપ્ત કરી શકાય છે. પારને મારવાના અનેક પ્રકાર આ શાસ્ત્રમાં બતાવ્યા છે અને તેના જુદા જુદા પ્રકારના ઉપગે પણ બતાવ્યા છે. પારદનાં દર્શન ભક્ષણ દાન અને પૂજનથી અનેક લાભ માનવામાં આવ્યા છે. પારદના શિવલિંગનું માહાસ્ય બહુ અભુત આ દર્શનમાં બતાવ્યું છે. તો જ એ વેદવાક્યપર આ મતની રચના છે. સંસારના
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy