SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ છત્રીશમુ] સુમતિને વિરહાલાપ. તે દ્વારા તેને ખરી હકીકતને ખ્યાલ આપે છે. એને ઉદ્દેશ ચેતનજીને વિભાવમાર્ગથી એાસરાવી શુદ્ધ સ્વભાવ તરફ લઈ આવવાને છે. સ્થૂળ સુખની પેટી માન્યતા ઉપરને ભાવ છોડી દઈ આ વાસ્તવિક સુખની વાનકી ચાખવા અને અમિત સુખ સુમતિને દેવાને હાને પિતે જ એક વાર પ્રયાસ કરી જે ઉચિત છે. ગમે તેટલી બાહા ક્રિયાઓ કરવામાં આવે, ગમે તેટલે ઉપર ઉપરથી વૈરાગ્યને ડાળ દેખાડવામાં આવે અને ગમે તેટલી ખાલી ટાપટીપ કરવામાં આવે, પણ જ્યાં સુધી એ સર્વેમાં શુદ્ધ ઉપગ ભળતું નથી, એટલે કે જ્યાં સુધી એનું વાસ્તવિક તાદામ્ય અતરાભદશામાં થતું નથી ત્યાંસુધી સર્વ બાહ્ય આચરણનો સાર લગભગ શૂન્યતામાં આવે છે. આત્મા વગરનું શરીર જેમ ફેકી દેવા ચગ્ય છે તેમ શુદ્ધ ઉપગ વગરની ક્રિયા વિશિષ્ટ સાધ્ય દષ્ટિએ એટલું અલ્પ કુળ દેવાવાળી થાય છે કે એ તસ્કુળાપેક્ષયા નકામી છે એમ કહી શકાય. આ પ્રમાણે હકીકત લેવાથી સુમતિ પતિ વગરની સેજડી જોઈ ખેર કરે તે સ્વાભાવિક છે. સુમતિ પતિને કહે છે કે કોકિલ વિગેરે તમેને બાહ્ય સુખ આપનારા પદાર્થો પ્રિય છે તેને લઈને પણ એક વાર મંદિરે પધારે, એક વખત મંદિરે પધારશે તે પછી બાહ્યા, પદાર્થને તમારે સંબંધ, તેની સ્થિતિ અને તેનાં કારણે તમારા ધ્યાન પર લાવવામાં આવશે, એટલે પછી આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરજે, પરંતુ હે નાથ! હવે આ બાબતને બહુ અત લે નહિ અને ગમે તેમ કરીને મારે મંદિરે પધારી એક વખત તે રંગ જમાવી મારા વિરહકાળને છેડા લાવે. પદ છત્રીશકું–રાગ-માલસિરિ, वारे नाह संग मेरो, युंही जोवन जाय ए दिन इसन खेलनके सजनी, रोते रेन विहाय. वारे०१ • ૧ વા=વારે છે, અટકાવે છેનાહ =નાથ, પતિ સગાબત ચુહીં આવી રીતે દિન=વખત હસન ખેલકે હસવા ખેલવાના સજની સખી રેન રાત્રિ વિહાચ=વહાય, પસાર થાય છે. ૨૨
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy