SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ , સત્તાવીસમુ.] મતઆસક્તિનો બહિરાત્મભાવ. ૨૪૫ घटअंतर परमातम भावे, दुरलभ प्राणी तेता. अवधू० ३ દુનિયામાં જે પ્રાણુઓ આવા છે તે બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયેલા છે અને માયાના ફંદામાં રહેનારા છે; અથવા જગના જેટલા પ્રાણીઓ માયાના ફંદમાં રહેનારા છે તે બહિરામભાવમાં મૂઢ થઈ ગયેલા છે. મનમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણુઓ દુર્લભ છે–ભાગ્યે મળી શકે તેવા છે.” ભાવ-ઉપર જણાવ્યું તે પ્રમાણે જેઓ પિતાના મતમાં આગ્રહવાળા પ્રાણુઓ હોય છે, જેઓ પોતાના ધર્મના નામે રળી ખાનારા હોય છે, પણ વસ્તુતઃ જેઓ આશાના દાસ છે તેઓ બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયા છે. અગાઉ સાતમા પદના વિવેચનમાં બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મભાવનું સ્વરૂપ આપણે વિસ્તારથી જે ગયા છીએ. જેઓ શરીર, ધન વિગેરેમાં આત્મબુદ્ધિ માનતા હોય તેઓ અહિરાત્મભાવમાં વર્તતા હોય છે. જેઓ મુખેથી એમ બેલે છે કે શરીરથી આત્મા ભિન્ન છે પણ જેઓની આન્તરિક પ્રવૃત્તિ પરલોકનિરપેક્ષપણે શરીરને પિષણ કરવાની, ઇન્દ્રિયને તૃપ્ત કરવાની અને એહિક સુખ ભોગવવાની હોય છે તેઓ પણ અંતરાત્મભાવને એટલો જ દૂર રાખે છે અને પરમાત્મભાવ તેઓથી એટલે બધે દૂર રહે છે કે વાસ્તવિક રીતે તેઓ પણ બહિરાત્મભાવમાં વર્તે છે. જ્યાં સુધી આશાના તાબામાં રહેવાનું થાય, જ્યાં સુધી આશા રાખીને આ લેક અથવા પરલોકમાં ફળ મેળવવાની ઈચ્છાથી ધર્મકરણ કરવાને દેખાવ કરવામાં આવે ત્યાંસુધી બહિરાત્મભાવ જ વર્તે છે એમ સમજવું. આથી મતધારી, છત્રધારી અને આગામધારી સર્વ જ્યાંસુધી આશાના દાસ છે ત્યાં સુધી બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયા છે એમ અત્ર કહેવાનો આશય છે. વળી આવા પ્રાણીઓ માયા-દંભના કબજામાં રહેલા છે. તેઓ મેહનીય કર્મની એટલી પ્રબળ સત્તા તળે દબાયેલા રહે છે કે ધર્મને પણ સંસારનિમિત્ત ૩ બહિરાતમ=હિરાત્મભાવમા મહા=સૂઝાઈ ગયેલા. જગ=જગતમા જેતા=જે. કુંદકંદામા. ઘમન. અતર મા દુરલભદુલ૫, દુખે મળી શકે તેવા, થોડા.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy