SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ આનદધનજીનાં પદો [પદ સ્વરૂપ સમજ્યા વગર તે ભૂલાવામાં પડ્યા છે પરંતુ વાહિયાર લોકે બાહા વસ્તુ ઉપર પ્રષ્ટિ રાખનારા જ હોય છે, પણ અલક્ષચ સ્વરૂપ સમજવાવાળા તે લાખોમાં એક–ાઈ સંત પુરૂષ હોય છે. વળી વિપશુમતધારી તેમજ કબીર ફકીર પણ એમ જ કહે છે. લયના ઉપયોગ વિના કેવળ રામ રામનું સ્મરણ કરે તે સર્વ અંધ સંસારીઓ સમજવા. આવી રીતે રામ નામનું રટણ કરનાર જગવાસી છવડાઓ અલખને લખી ન શકે, જેવી રીતે ગે નામ લેવાથી અશ્વત્વ વિશિષ્ટ અશ્વિની ઓળખાણ ન થાય તેમ. મહવાસી એટલે આવેલા અચાગતાની મઢમાં પરિચય કરનાર એવા મહવાસી મઠમાં માતા એટલે મગ્ન થઈ ગયા છે, તેમાં જ રક્ત થઈ ગયા છે. કેઈ વળી જટાને જ જગાવી રહ્યા છે. અત સમયે સંન્યાસ ધારણ કરે એને જ સિદ્ધતાનું કારણ માની રહ્યા છે, એ વગર સિદ્ધિ નથી એમ માની રહ્યા છે, કેઈજટા ધારવામાં જ સિદ્ધિ માની બેઠા છે. વળી કઈક અંત સમયે લાકડાને પટ્ટો ધાર્યા વિના સિદ્ધિ નથી એમ માનનારા છે. કેટલાક છતા એટલે પૃથ્વી તેને ધારણ કરવામાં–ક્ષત્રિયપણુમાં એટલે ક્ષતપ્રહારથી શત્રુએને હટાવી ગરીબનું રક્ષણ કરવામાં સિદ્ધિ છે એમ માની બેઠા છે. રાહસ્ય એ છે કે રાજ્યમાં જે આસક્ત થયા છે તે રાજ્યપણામાં જ મગ્ન રહી તેમાં સિદ્ધિ માને છે. રાજ્ય વગર જગતમાં નીતિ કેશુ પ્રવર્તાવે અને ચૌરાહિક દુષ્ટ જાથી રક્ષણ કેણુ કરે એમ જણાવી રાજ્યથી જ સિદ્ધિ છે એમ માને છે. હવે એ જ દષ્ટિથી વિચાર આગળ ચલાવે છે. आगम पढि आगमघर थाके, मायापारी छाके दुनियादार दुनिसें लागे, दासा सव आशाके. अवधू० २ “આગમનો અભ્યાસ કરી આગમધારીઓ થાકી ગયા છે, માયાવાદીઓ પોતાના વિચારમાં છકી જાય છે અને દુનિયાના માણસે વ્યવહારકાર્યમાં લાગ્યા કરે છે એ સર્વ આશાના દાસ છે એમ સમજવું.” ૨ આગમનાગમ અથવા વેદ માયાધારી માયાવાદી, વેદાન્તી. છાકે= છકી જાય દુનિસૅ વ્યવહારલ્યમાં અથવા દુનિયામાં. દાસાકરે સબસ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy