SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 30 તેઓશ્રી સંબધી કેટલીક વાતે. રીને પણ નીકળી પડતા એવી વાતો ચાલે છે. આટલા ઉપરથી એમ જણાય છે કે તેઓ ગચ્છની તકરારમાં ઉતર્યા નહિ હોય, પણ દીક્ષિત જરૂર હતા અને સાધુને વેશ ધારણ કરતા. સંપ્રદાયમેહમાં ઉતર્યા વગર વ્યવહાર અને નિશ્ચયને એકત્રપણે ગોઠવી વિશુદ્ધ વર્તન કરી સાધુજીવન ગાળી શકાય છે એ દાખલે તેઓએ બેસાડ્યો હોય એમ જણાય છે. આનંદઘનજી સંબંધી કેટલીક વાતા. આનંદઘનજી સંબધી કેટલીક વાતે બહુ સક્ષેપમાં અત્ર બતાવી દઈએ. તેમાં પણ જે માનવા લાયક વાતે ન હોય તેને લખીને લેકપ્રવાહમા ચાલુ કરવી એ એકંદરે બહુ નુકશાન કરનાર છે. વળી કેટલીક વાતે દરેક મોટા માણસના સંબંધમાં કહેવામાં આવે છે તેથી તેને કબૂલ કરવા પહેલાં ઘણે વિચાર કર પડે છે અને સ્વીકારતાં આંચકે આવે છે. રાજાના મેળાપ પ્રસંગે તાવને કપડામાં ઉતારી બાજુ પર મૂકવાની અને કપડા ધ્રુજતે દેખી એ સંબંધમાં રાજા તરફથી થતી પૃછા સંબધી વાત શ્રીમાન હેમચંદ્રાચાર્યના સંબંધમાં તેમજ હરિભદ્રસૂરિ અને હીરવિજયસૂરિના સબંધમાં પણ કહેવામાં આવે છે. આવી વાતને કોઈ પણ મહાત્માની સાથે જોડી દેવાને વિચાર સ્વાભાવિક છે તેથી એવી વાત સ્વીકારતાં પહેલાં યોગ્ય વિચાર કરવું જોઈએ. કેટલીક વાતે લેકવિચારની તે વખતની સ્થિતિ બતાવી આપે છે અને કેટલીક વાત વિશિષ્ટ સ્થિતિનું યૌગિક રહસ્ય સમજવાની કોની અશક્તિ બતાવી આપે છે. તેથી પ્રથમ કેટલીક આધારવાળી અને વજુડવાળા માણસો પાસેથી સાંભળેલી હકીકતે સંક્ષેપમાં વિચારી જઈએ. ૫ ગંભીરવિજયજીએ તપાસ કરીને એકકી કરેલી અને મને જાતે કહેલી વાતને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મેડતાશહેર અને આનંદઘનજીક લાભાનંદ અથવા લાલાનંદી જેમને આપણે આ પ્રસંગમાં આનંદઘનજીના નામથી ઓળખશું તેઓના સંબધમાં ઘણુંખરી વાતે મેડતા શહેરને અંગે આવે છે મેડતને પ્રાચીન ઈતિહાસ વિચારતાં તે એક બહુ મોટું શહેર હોવું જોઈએ એમ જણાય છે. ત્યાં અનેક લડાઈઓ થઈ છે. ત્યાંના રાજા જોધપુર રાજ્યથી સ્વતંત્ર રજપૂત હતા એમ મારવાડને પૂર્વ ઇતિહાસ તપાસતાં જણાય છે. એ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy