SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વીશમુ.] પતિસન્માનાર્થે સમતાના શણગાર. ૧૮૧ સુરત શુદ્ધ ઉપગ, સ્મૃતિભેદ ન થતાં હકીકત બરાબર સમરશુમાં રહેતે. માંગનસીમન્ત-સૈથી, સેકે, કેશરચના. સીમન્ત અથવા સીમાન્ત શબ્દ કેશરચનાના અર્થમાં વપરાય છે. આ શબ્દમાંથી સી અક્ષર ઉડી જઈ માન્તો માંગ થઈ ગયે. એટલા ઉપરથી માંગ એટલે મેં એ અર્થ તેને થતું હોય એમ જણાય છે.). ભાવશુદ્ધ ચેતનાના શણગાર ગણાવતાં આગળ જણાવે છે – ૮. સૌભાગ્યવતી સ્ત્રી માથાના વાળ ઓળી તેને સુંદર સે પાડે છે અને તેમાં વળી વચ્ચે સિંદુર પૂરે છે એ શણગારનું એક ચિહ છે. અહીં શુદ્ધ ચેતના પિતાના ઓળેલા સેથામાં શુદ્ધ ઉપગરૂપ સિહરને રંગ પૂરે છે. સુરતને અર્થ સંગસુખ પણ થાય છે તેમાં રત શબ્દમાં રક્તતાના રણને જે આશય છે તે રહેવા દઈ શુદ્ધ ઉપાગરૂપ રંગ પૂર્યા એ આશય અન્ન નીકળે છે. કહેવાનો મતલબ એ છે કે ચેતન અને શુદ્ધ ચેતનાને જ્યારે સંયોગ થાય છે ત્યારે તેના મૂળગુણે પ્રગટ થાય છે અને તેમાં તે આસક્ત રહે છે અને તદ્રુપ પોતે બને છે. જ્ઞાનગુણુ એ આત્માની શક્તિ છે અને જ્ઞાનેપગ તે શક્તિની વપરાશ છે. શક્તિ જ્યાંસુધી અવ્યક્ત રૂપે રહે ત્યાંસુધી તે અંદર પડી રહે છે તેને potential energy કહે છે, એને વ્યય થાય ત્યારે તેને ઉપચાગ કહેવામાં આવે છે, એ Kinetic energy છે. ૯ વળી શુદ્ધ ચેતનાએ અતિશય સાવધાનપણ વડે હથિયારી વાપરીને અંડે-ધમ્મિલ વાળ્યા. શુદ્ધ ચેતનાને ચટલે–વેણુબંધ તે નિરક્તતારૂપ સમજ. નિજ સ્વભાવમાં રક્ત રહેવું, અન્ય ભાવમાં ગમનાગમન ન કરવું એ નિરક્તતા છે. સ્ત્રીની સુઘડતા તેના જેટલા ઉપરથી બહુ સારી રીતે જણાય છે, કુવડ સ્ત્રીઓના માળની અગતવ્યસ્ત સ્થિતિ ઘણીવાર તેની બેદરકારી અથવા મૂર્ખતાને પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. અહીં તે અંબાડાને મધ નિરક્તતારૂપ છે એટલે એમાંથી એક બાલ પણ આડાઅવળે ખસી શકતું નથી, તે પછી શુદ્ધ ચેતના સુઘડ કેટલી હશે એને ખ્યાલ આવે એમાં તે જરા પણ નવાઈ નથી.. ૧૦. શણુગાર સજીને ઘણુ કાળની વિરહી સ્ત્રી પતિઆગમનની રાહ જુએ છે ત્યારે ઘરમાં દીપમાળા કરવામાં આવે છે. વિર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy