SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ [પદ આનંદઘનજીના પદે શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતના વસ્તસ્વરૂપે એક જ છે. સ્વરૂપ સ્વરૂપવંતથી લિસ હાતું નથી, તેઓ વચ્ચે ગુણ ગુણને સંબંધ છે, પણ અનાદિ કર્મસંતતિથી શુદ્ધ સ્વરૂપ પર જે આવરણ આવી ગયું હતું તે જ્ઞાનભાનુના પ્રકાશથી દૂર થાય છે. આવરણ દૂર થયું–આછાદન ખસી ગયું અને વરૂપાનુસંધાન થયું એટલે અજ્ઞાનઅધકાર તરફ ફેલા હતા અને કર્મપ્રચુરતારૂપ નદી બન્નેની વચ્ચે આડી પડેલી હતી તે સર્વે જ્ઞાનભાનુના ઉદયથી પ્રભાત થતાં ખસી ગયાં અને ઘણા કાળને ચેતન ચેતનારૂપ ચકવા ચકવીને વિરહ હતો તે દર થયા. જ્યાં સુધી અજ્ઞાનાવરણ વચ્ચે અંતરાય કરતું હોય ત્યાં સુધી શુદ્ધ વસ્તુનું દર્શન થતુ નથી અને તે ન થાય ત્યાંસુધી શુદ્ધ ચેતનાને મળવા કોઈ કઈ વાર ઈચ્છા થાય, કઈ વાર તે મેળવવા પ્રયાસ થાય, શેકેદગાર થાય પણ તે સર્વ પરિણામ વગરના થઈ પડે છે. જ્ઞાનભાનુને ઉદય થતાં રાત્રિકાળ પૂર્ણ થાય છે અને ચેતન ચેતનાને સંબંધ વ્યક્ત થાય છે–પ્રગટ થાય છે અને વિરહકાળ પૂર્ણ થાય છે. આ રિથતિ (લોભનો નાશ ત્યાં થાય છે માટે) દશમા ગુરથાનકે પ્રાપ્ત થાય છે. તે વખતે વિશેષ શું થાય છે તે પણ સામાન્ય રીતે બતાવે છે તે આપણે વિચારીએ. फैली चिहुँदिस चतुरा भावरचि, मिथ्यो भरम तम जोर आपकी चोरी आपही जानत, और कहत न चोर. मेरे० २ “વિચક્ષણતારૂપ કાતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ, ભ્રમરૂપ અધકારનું જેર મટી ગયુ પિતાની ચોરી (ચેરી કરનાર) પોતે જ જાણે છે, બીજાને ચેર કહેતા નથી.” ભાવ–સૂધને ઉદય થતાં જેમ સર્વત્ર કાતિ ફેલાય છે તેમ ઘટમાં જ્ઞાનભાનુને ઉદય થતા સર્વત્ર કુશળતાવાળી સ્વાભાવિક કાતિ ૨ ફેલભેલાણી ચિહદિસચારે દિશામા, સર્વત્ર. ચતુરા–વિચક્ષણ ભાવચિત્રવભાવરૂપ કાતિ મિટી=મટી ગયું તમ અંધકાર આપહી તે જ જાનcજાણે છે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy