SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આનંદધનના પ. * [પદ ધોતીયાથી મજબૂતાઈ રહેતી નથી તેથી લડાઈ કરવા જતી વખત અદર કચ્છ મારી ઉપર લેઢાની જાળીવાળ સુરવાળ પહેરવાને રિવાજ છે. ચેતનજી પણ માહ સાથે લડવા નીકળ્યા ત્યારે તેણે ટેપ, અખતર અને સુરવાળ ધારણ કર્યા, વળી તે પાર્થિવ નહિ પણ આધ્યાત્મિક હતા. હવે તે કેવા હતા તે જોઈએ. આત્માએ જ્ઞાનટણિરૂપ ટેપ માથાપર ધારણ કર્યો. આથી મેહ રાજાના ગમે તેટલા ઝપાટા વાગે તાપણુ જ્ઞાનષ્ટિ આગળ તે સર્વ નકામા થઈ પડે છે. મહ રાજાના સપાટામાથી બચવાને ઉપાય જ્ઞાનદષ્ટિની સમીપતા છે. વળી એટલેથી નહિ અટક્તાં શરીરપર સંયમરૂપ બખતર ચેતનજીએ ધારણ કર્યું. ઈદ્રિયદમન, કષાયત્યાગ, પંચ મહાવ્રતને આકર અને મન વચન કાયાના ચગાપર અકુશઆવા દઢ આત્મસંયમરૂપ બખતરને ધારણ કરવામાં આવ્યું. આથી કર્મના કષાય, નોકષાય ને વિદાદિ સેનાનીઓ ગમે તેટલે સખ્ત હલે કરે તે પણ ચેતનજીને એકદમ ભય પામવાનું કારણ ન થયું; અને વળી સાથે એકાગ્રતાપ લગાટ સહિત કચ્છ લગાવી દીધા એટલે જરા ભય લાગતા ધોતીયાના બંધ નરમ પડી જાય છે તે પીડા દૂર થઈ ગઈ હવે ચેતનજી પિતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવામાં એક ધ્યાન લગાવી રહ્યા છે એટલે એનું ધ્યાન મોહના પાર્થિવ કલ્પિત અનિત્ય આનંદ તરફ જતું અટકી પડ્યું. આવી રીતે જ્ઞાનષ્ટિરૂપ ટેપ ધારણ કરી સંવરરૂપ અખતર ધારણ કર્યું, તેથી નવીન કર્મને પ્રવાહ આવતા અટકી પડ્યો અને પછી સ્વરૂપ પ્રાપ્તિમાં એકાગ્રતા લગાવી દીધી અને તેથી જ્યાં ત્યાં અસ્તવ્યસ્ત વિચારધારા ચાલતી હતી તે અટકી પડી. (ટકામાં આ જગાએ માદેવતારૂપ ટેપ અને ક્ષમારૂ અખતર લખ્યું છે છતાં આ અર્થ અહીં સમીચીન જણાય છે.) આવી રીતે સજજ થઈને સત્તાના રણક્ષેત્રમાથી પણ મહેને કાઢી નાખે, ફેંકી દીધે, દૂર કરી દીધા. જ્યારે જ્ઞાનદષ્ટિ અને સંયમ સાથે આવ્યાં હોય ત્યારે ધીમે ધીમે બંધ અને ઉદયમાંથી તે મેહનીય કર્મને નસાડી મૂકે એમાં નવાઈ નથી, કારણ સંયમથી કર્મએ અટકે છે અને ઉદય પશુ દશમા ગુણસ્થાનકથી બંધ પડી જાય છે પણ સત્તા (potentiality)માં કમોં રહે છે. આ ચેતનજીએ ટેપ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy