SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ અગીઆરમું ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન. પદ અગીઆરમું-રાગ–માલકેશ, વેલાવલ રેડી, आतम अनुभव रीति वरीरी. आतम. मोर बनाए निज रूप निरुपम, तिच्छन्न रुचि कर तेग घरीरी; आतम० १ “આત્માએ જ્ઞાનદશા અંગીકાર કરી. આત્મસ્વરૂપરૂપ અનુપમ મોડ બનાવ્યું અને તીણ રૂચિરૂપ હાથમાં તરવાર ધારણ કરી. ભાવ-અગાઉ શુદ્ધ ચેતનાએ સુમતિએ પિતાની બહેનપણું શ્રદ્ધાની પાસે આત્મા સંબંધી વાત કરી અને તે મમતા પાસે કે સીધા ચાલે છે અને પોતાની સાથે કે કઠેર થઈ જાય છે તે પણ કહ્યું તે વખતે ચેતન બાજુમાં રહી સર્વ વાત સાંભળતા હતા, તે હવે સુમતિને મંદિર આવવાને વિચાર કરવા લાગ્યું. તેવા પ્રસંગમાં અનુભવજ્ઞાનવડે તે કેવી દશા વર્તાવશે તે સુમતિ તારશ્ય ચિતારથી બતાવી આપે છે. આ સાધક દશાનું સ્વરૂપ બતાવવાનું કારણ એ છે કે એથી ચેતન સુમતિને મંદિરે જરૂર આવે. અહીં સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત જણાવી દે પ્રાસંગિક થઈ પડશે. સુમતિ એટલે શુદ્ધ વિચાર. તે દ્રવ્યથી બારમા ગુણસ્થાનકના અત સુધી રહે છે, અને જ્યારે મેહનીય વિગેરે કર્મને ક્ષય થઈ કૈવલ્યદશા પ્રાપ્ત થાય છે ત્યારે શુદ્ધ ચેતના પ્રાપ્ત થાય છે જે સિદ્ધ દશામાં પણ બની રહે છે બાધક દશા મિથ્યાત્વવાળી સ્થિતિમાં જ હોય છે. કમેક્રમે ત્યારપછી ચેતના શુદ્ધ થતી જાય છે અને તે વખતે તેને સુમતિ નામ આપવું વધારે ઉચિત છે. ઉપર પ્રમાણે વાત સાંભળી ચેતનજી કઈક ઠેકાણે આવ્યા અને સુમતિને મંદિરે પધાર્યા. આ વાતની વધામણી શુદ્ધ ચેતના સુમતિને આપે છે. આ પદમાં શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવા ચેતનને જે - - - - ૧ તિછિન એ પાઠાન્તર છે ૨ કીરી એવા પાઠાર છે ૧ વરીરી ગ્રહણ કરી, અંગીકાર કરી. મેરમેહ, ટેપ આગળ કપાળ પર લડવૈયા બાંધતા હતાહાલ લગ્ન વખતે સ્ત્રી બાળે છે તે આકારવાળે બનાએ બનાવ્યા. તાિ તીર્ણ હાથ, હાથમાં તેગ=ારવાર, ખડગ શરીર ધારણ કરી.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy