SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમુ.] તનમહત્યાગ અને આત્મજાગૃતિ, સત્ય અહીં બતાવ્યું કે પરમાત્મદશા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે આશા પાસને છોડી દે. એટલે સામાન્ય બોધ કરીને હવે આ જીવને જાગ્રત થવાને ઉપદેશ કરે છે. એમ કરવાનું કારણ તેને જાગ્રત કરીને પરમાત્મદશાના માર્ગ તરફ પ્રયાણ કરાવવાનું અને નિરંજનનાથની મૂર્તિ પ્રાપ્ત કરાવવાનું છે. રાગ આશાવરી, अवधू क्या सोवे तन मठमें, 'जाग विलोकन घटमें. अवधू० तन मठकी परतीत न कीजें, दहि परे एक पलमें; हलचल मेटि खवर ले घटकी, चिड़े रमतां जलमें. अवधू० १ હે અખંડ સ્વરૂપ સનાતન ચેતના તું તારા શરીરરૂપ મકમાં શું સુઈ રહ્યા છે? જાગ્રત થા અને તારા હૃદયમાં છે. તારા શરીરરૂપ મને ભારે કરીશ નહિ, એ તે એક ક્ષણમાં ધસી પડે (તે છે), માટે તું સર્વ હલચાલ છેડી દઈને તારા હૃદયની ખબર લે, પાણીમા (માછલાના પગની) નિશાની શું શેધે છે? અવધૂ અખંડ સ્વરૂપ, સનાતન ચેતન. વાપવીતિ અપૂર એના વિશેષ અર્થ માટે પાંચમા પદની પહેલી ગાથાને અર્થ જુઓ. ભાવ-હે ચેતન! શુદ્ધ સ્વરૂપવાન ! અખંડ નિર્લેપ નિરજના તું તારા શરીરરૂપ મઠમાં-ધરમાં શું ઉઘા રહ્યો છે, તે જરા ઉઠ, જાગ્રત થા અને તારા હૃદયની અંદર શું છે તે છે. શરીરરૂપ ઘરમાં આ જીવ એટલે બધે આસક્ત થયું છે કે તે અદર નજર કરી શક્તા નથી, માત્ર શરીર ઉપર જ પ્રેમ રાખ્યા કરે છે. આ હકીકત બરાબર સમજવા માટે બહિરાત્મા, અતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજવું જરૂરતું છે. આનંદઘનજી મહારાજ સુમતિનાથજીના સ્તવનમાં કહે છે કે આતમ બુદે હે કાયાદિક ચાહ્યો, બહિરાતમ અઘરૂ૫. સુગ્યાની કાયાદિકના હે સામોધર રહ્યો, અંતર આતમરૂ૫ સુગ્યાની. જ્ઞાનાદિ છે પૂરણ પાવને વરેજિત સકળ ઉપાધિ સુગ્યાની અતિંદ્રિય ગુણ ગણ મણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ સુગ્યાની. સુમતિ ચરણ કેજ આતમ અરપણુ ૧ વિલેકનએ ઘટમેં હૃદયમાં પરતીત=ભરેસે હહિધસી પડે હલચલ=ીલચાલ મેત્રિમટાડીને ધટકી=અતરાત્માની ચિ=નિશાની રમતા શોધતાં. જાગને બદલે “જગિક શબ્દ છે અને “હિને બદલે “હે શબ્દ કવચિત્ દેખાય છે.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy