SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધન અને બાલુડે સન્યાસી. ૬૭ અને તેને વ્યક્ત કરવાને આ પ્રયાસ છે. એ સર્વ કરવા માટે મનને પ્રથમ કબજામાં લેવાની જરૂર છે અને તેને માટે ક્રમસર વિચાર ગુર્નાદિના આશય નીચે કરવાને છે.” આ આત્મવિચારણા એ બહુ ઉપયેગી બાબત છે. આખી દુનિયા પર જય મેળવનાર અને મેળવવાની દોડાદોડી કરનાર પિતાની જાતને જ ન ઓળખી શકે એ બહ મોટા ખેદની હકીકત છે અને એ ખેદ દૂર કરવાને ઉપાય આત્મવિચારણુ કરવી એ જ છે.. આવી રીતે આત્મવિચારણાપૂર્વક રોગમુક્તિને અનુસરીને જ્યારે એમનાં અંગ અને પ્રત્યગની સેવા કરવામાં આવે ત્યારે ગમાર્ગમાં વધારો થતો જાય છે અને આત્મા પરમાત્માના માર્ગે ચઢે છે. બહિરાત્મ ભાવ છોડી અંતરાત્મ સ્વરૂપ આદરી પરમાત્મા ભાવ પ્રગટ કરવાનું જે સાધ્ય તેમાં હોય છે તેને પ્રાપ્ત કરવાને રસ્તે જ્યારે તે લાગી જાય છે ત્યારે પછી જે કાર્ય કરવાવું છે તે બહુ ટૂંકા વખતમાં–એક માસમાં સિદ્ધ થઈ જાય છે. જ્યાં સુધી આ જીવ બહિરાત્મ ભાવમાં વતેતે હોય છે ત્યાં સુધી તે ઘર, પુત્ર, સ્ત્રી અને ધનાદિ પરભાવમા સ્વબુદ્ધિ-આત્મબુદ્ધિ ધારણ કરી તેમાં રાચ્ચે મા રહે છે, પણ જ્યારે તે આ પરભાવ રમણતાને અભ્યાસ છોડી દઈ અંતરાત્મ સ્વરૂપમાં લય થવા માંડે છે ત્યારે તેને વિવેકતિ સ્ફરે છે અને તેના પરિણામે ગુણસ્થાન આરહણ કરતાં કરતાં છેવટે નિરંતરને માટે ઉપાધિમાંથી મુક્ત થઈ જાય છે. એ અંતરાત્મ દશામાં પ્રગતિ કરવી એ પરમાત્મ દશાનું અનુસરણ છે અને એ માર્ગે અધિકાર પ્રમાણે સદગુરૂની નિષ્ઠા નીચે ગમન કરવાથી જે કાર્ય કરવા બાળભળા સંન્યાસીને પ્રયાસ છે તે કાર્ય તેને ટુંકા વખતમાં પ્રાપ્ત થાય છે. જે તે હકગાદિ અકુશળ માર્ગમાં પડી જાય તે તેને માર્ગ બહુ લાંબા થઈ જાય છે અને ઘણીવાર તેને અધપાત પણ થાય છે પણ જે યોગના અવધાન સમયે મૂળી ઉત્તરગુણે બરાબર ધારણ કરી, પર્યકાસન કરી અને પછી રેચક, પૂરક, કુંભકને મન અને ઈદ્રિપર જય મેળવવામાં ઉપયોગ કરે અને એગઅવધાન ન ચાલતું હોય તેવે વખતે જોગજુગતિ પર વિચારણા કરી સ્થિરતા પ્રાપ્ત કરે અને પોતે જાતે જ આત્માને વિચાર કરે તે પછી તેનું પરમ સાધ્ય-લક્ષ્ય બિંદુ-નિરજન નિરાકાર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy