SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજી અને તેને સમય. સારી રીતે કામ કરનારની હજી ઘણી જ આવશ્યકતા છે અને એવી રીતે જે કાર્ય કરવામાં આવે તે ઐતિહાસિક દૃષ્ટિએ ઉપાગી થઈ શકે એવાં અનેક સાધને લભ્ય છે. મારવાડ-મેવાડના પ્રાચીન તીર્થોમાં અનેક લેખ છે, તામ્રપત્રની અનેક પ્રતે હજી મેજુદ છે અને સાંપ્રદાયિક રાનવાળા વિદ્વાન પાસે અનેક દંતકથાઓ છે તે સર્વને સારી રીતે અભ્યાસ કરી ઉપયોગ કરવામાં આવે તે વિક્રમ સંવત હજાર પછી લગભગ નિયમસરઈતિહાસ મળી શકે તેમ છે એમ કહેવાય છે અને તપૂર્વના ઈતિહાસ પર પણ ઘણે પ્રકાશ નાખી શકાય તેમ પણ સૂચવાય છે. અર્થ અને પરિણામ વગરના ઝઘડાઓમાં જીવનશક્તિ અને ધનને માટે વ્યય કરવા કરતાં આવી દિશાઓમાં શક્તિને વખતસર દરવવાથી બહુ લાભ થાય તેમ છે અને ખાસ કરીને અનેક પ્રાપ્ય સાધનેને નાશ થાય તે પહેલાં તેને ઉપગ કરી લેવાની ખાસ જરૂર છે. ઈતિહાસની આવશ્યકતા વિજ્ઞાનની દૃષ્ટિથી જ્યારે ઈતિહાસને તપાસવામાં આવે ત્યારે બહુ જ લાભ થાય છે. સામાન્ય રીતે હકીકત કહી જવી, બનાવે નોધી જવા અથવા વર્ષને આપવાં અને વિજ્ઞાનની નજરથી તે સર્વેનું પૃથક્કરણ કરી તેમાનાં સારભૂત રહસ્ય ખુલવવા એ વચ્ચે બહુ માટે અતર છે. અમુક કવિના સમયમાં સમાજનું બંધારણ કેવા પ્રકારનું હતું. રાજ્યરિથતિ, રાજ્યનીતિ અને રાજ્યક્રાન્તિ કેવા પ્રકારની હતી, લેકસ્થિતિ કેવી હતી, સાધુ અને ગૃહસ્થવર્ગ વચ્ચે સંબંધ કેવા પ્રકારને હવે વિગેરે વિગેરે હકીક્ત જણાયા પછી અમુક ગ્રંથકર્તાને ગ્રંથ વાચવામાં આવે અને તે પર વિચાર કરવામા આવે તે તે ગ્રંથને લગભગ દરેક વિભાગ શા આશયથી અને કેને ઉદેશીને લખવામાં આ છે તે સારી રીતે સમજાઈ જવાને સંભવ છે. સ્યાદ્વાદશૈલીની એક ખાસ ઉત્તમતા એ છે કે તત્વજ્ઞાનને અનુસરીને દરેક જમાનાને અનુસરતે જરૂરનોધકરવા માટે આચાયોં ઉદાત રહેતા અને તદનુસાર તેઓની ઉપદેશધારા ચાલતી, તેથી અમુક સમાજની સમયસ્થિતિ ગ્રંથકર્તાને આશય સમજવા માટે બહુ ઉપયોગી છે. આવી દષ્ટિથી ગ્રંથો સમજવા માટે જે ઈતિહાસના જ્ઞાનની આવશ્યક્તા છે તે ઈતિહાસ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy