SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું.] આનદધનજી અને નટનાગર, ૩૭ એવંભૂતનયવાળો તે તેનામાં જ્યારે સર્વ ગુણે પ્રગટ થાય ત્યારે જ તેનામાં તે ગુણે માને. આવી નટનાગરની વિચિત્ર બાજી છે. એકને એક જીવને જૂદા જૂદા પ્રાણુઓ જૂદી જૂદી અપેક્ષાથી જુદા જુદા આકારમાં જુએ છે એથી એ બહુરૂપીને વેશ ભજવી બતાવે છે એમ થયું. જૈન શાસ્ત્રકાર પ્રમાણુ બે બતાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. જીવ પિતાના સ્વતંત્ર ઉપયોગથી દ્રવ્યને જાણે તેને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવાય છે. અક્ષ પ્રતિગત પ્રત્યક્ષ. અક્ષ એટલે આત્મા. જેમાં વચ્ચે અંતર ન હેય-અન્ય (ઈદ્રિયો કે મન) દ્વારા જ્ઞાન થતું ન હોય તે પ્રત્યક્ષ. કેવલી ભગવાન્ જેમાં સર્વ પદાથ સ્વજ્ઞાનથી દેખે તે પ્રત્યક્ષ. મન પર્યવજ્ઞાની સ્વજ્ઞાનથી મનના વિચારે દેખે તે પ્રત્યક્ષ અવધિજ્ઞાની સ્વજ્ઞાનથી પુદગલ દ્રવ્ય દેખે તે પ્રત્યક્ષ. આંખ વિગેરે ઇંદ્રિયદ્વારા દેખાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સમાવેશ પરીક્ષ જ્ઞાનમાં થાય છે. આ પક્ષ પ્રમાણુના ત્રણ વિભેદ છે. ધુમાડાને દેખીને અગ્નિનુ જ્ઞાન થાય તે અનુમાન પરાક્ષ, દષ્ટાંત આપી સાટશ્ય બતાવી જ્ઞાન કરાવાય તે ઉપમાન પરોક્ષ અને શાસ્ત્રાધારે નરક નિગદનું સ્વર૫ સમજાય તે આગમ પક્ષ. અન્યત્ર પરાક્ષ પ્રમાણુના પાંચ ભેદ પણ કહ્યા છે. સમરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ આ પ્રમાણજ્ઞાનમાં રહસ્ય એ છે કે અન્ય દર્શનકાર આંખે દેખાય તેને પ્રત્યક્ષ કહે છે, તેને જૈન શાસકાર પક્ષજ્ઞાન કહે છે. પ્રત્યક્ષ તે તેજ કહેવાય કે જેમાં અન્યની મદદની જરૂર પડતી નથી, પણ જે આત્માને પ્રત્યક્ષ દેખાય છે. અન્ય મતવાળા ઈશ્વરને પ્રત્યક્ષ જ્ઞાનચક્ષુ નથી છતાં માને છે તે સાક્ષાત્ આત્માને અંગે થાય છે તેથી જ પ્રત્યક્ષ કહેવાય છે. આવી નટનાગરની અદ્દભુત બાજી છે. એને એક દષ્ટિથી જોઈએ તે સ્થાઅસ્તિ લાગે છે, બીજી દષ્ટિથી જોઈએ તે તે સ્થાનાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે એમ અનેક રૂપે તે દેખાય છે, વળી સાતે નયે તેને જાદા જાદા આકારમાં બતાવે છે. આવું તેનું સ્વરૂપ તે કેઈનિષ્પક્ષ થઈને જુએ તે જ દેખી શકે છે, જાણ શકે છે, સમજાવી શકે છે ને તેવા તે જગતમાં વિરલા જ હોય છે,
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy