SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 18 આનંદઘનજી અને તેને સમય. તલસ્યા કરે છે અને અનુભવ એને સમજાવે છે એમ લગભગ દરેક પદમાં ચેતનનું કેન્દ્રસ્થાન સાબુત રહે છે અને એને માટે, એની પ્રગતિ કરાવવા માટે અનેક પ્રયત્ન કરવા સીધા અને આડકતરા ઉપદેશ આપ્યા છે, શિખામણે સૂચવી છે અને રહસ્યજ્ઞાનનું - ટન કર્યું છે ગાનના સંબંધમાં મારે ઘણુ ઉસ્તાદ ગવૈયાઓ સાથે વાત થઈ હતી, તેમના અભિપ્રાય પ્રમાણે આનંદઘનજીનું ગાન સંગીતશાસ્ત્રને અનુરૂપ છે, એમની કૃતિમાં કોઈ પણ સ્થળે યતિભંગ થતું નથી અને સરળતાથી તેનાં પદેનું ગાન થાય છે. સંગીતશાસ્ત્રને મને ખાસ અભ્યાસ ન હોવાથી આ બાબતમા મારા અભિપ્રાયની બહકિમત ન ગણાય, પરંતુ સગીતશાસ્ત્રમા પ્રવીણ ગણુતા ગાયકે એ બાબતમાં ઘઉચ અભિપ્રાય આપે છે. ગાયન હૃદયને અસર કરનાર છે. ચિત્તની એકાગ્રતા કરનાર છે અને મન ની વાત એ પદથી શાસ્ત્રકારે પણ એ આત્મશત દશાના ગાનની ઘણું ઉરચ ટિમાં ગણના કરી છે તે પરથી જણાય છે કે જ્યારે સંગીતના સર્વ સાજ સાથે આતમરાજને ઉદ્દેશીને સુવિહિત ગાન લય સાથે ચાલે ત્યારે ત્યા અદભુત દશા ઉત્પન્ન થાય છે. સુપ્રભાતના પાંચ વાગ્યાના સમચ, મંદમંદ શીતળ પવન વાતો હોય, ચરાચર પૃથ્વીના વ્યાપાર શાંત હય, વાતાવરણમા કઈ પ્રકારની ક્લિષ્ટતા ન હોય તેવે વખતે મધુર કંઠમાંથી હદયના ભાવ સાથે ગાયનલય ચાલે અને સાથે મૃગ આદિને ચગ્ય સાજ કળાનિપુણ પુરૂ ના હસ્તથી ચાલતું હોય ત્યારે આત્મા અભિનવ ઉન્નત દશા અનુભવે છે. આવા પ્રકારની અદ્દભુત દશા આનંદઘનજીનું પ્રત્યેક પદ ઉપજાવી શકે છે તેમ બહુ દૃઢતાથી કહી શકાય તેવું છે. તે હકીક્ત આનંદઘનજી જેવા મહાપુરૂષનું સંગીતના વિષયમાં રહેલું સૂક્ષમ જ્ઞાન પણ બતાવી આપે છે. એક પવિત્ર આત્મા ગમે તે વિષયમાં પ્રવેશ કરે ત્યાં તે આરપાર નીકળી જાય છે એનું આ એક દૃષ્ટાંત છે. પદપર ઘણું કહી શકાય, એના પ્રત્યેક વાક્યપર પાનાનાં પાનાં ભરાય તેટલું વધારે લખાય તેમ છે, પાંચમા પદ જેવા એક પદપર આ ગ્રંથ લખ હોય તે લખાય તેમ છે, પરંતુ જેમ બને તેમ હદમાં રહી વિવેચન કરવું એગ્ય ધાર્યું છે. કવિ પિતે એટલા વિશાળ અવલેકનકાર છે કે એનાં પદના ભાવમાં બહુ લખી શકાય વાંચનારાઓ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy