SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન અને યશોવિજય. 145 આવતી વાત સાંભળતા અને પદ્યરતને વાંચતાં તેઓને આત્મા અતિ ઉન્નત થયેલો હોય એમ સ્પષ્ટ જણાય છે. તેઓ અનુભવપૂર્વક અમુક અંશે વ્યવહારપ્રવૃત્તિયુક્ત છતાં નિશ્ચયના અથી હતા, વ્યવહારથી વિમુખ નહતા અને તેમના જેવા પ્રગત પુરૂષોને તે દશા એકંદર રીતે ઘણી લાભકર્તા હતી. એકાત પક્ષ કરનારા પર આક્ષેપ કરતાં ઉપાધ્યાયઉપરક્ત સ્તવનમાં કહે છે કે કે કહે મુકિત છે વીણતાં ચીંથરા, ઢાઈ કહે સહજ જમતાં ઘર દહિથરા, મહ એ દેય તસ ભેદ જાણે નહીં, જ્ઞાન ક્રિયા સાધતાં તે સહીં (૧૬-૨૪) આનું ટાંચણ આજ ઉપદ્દઘાતમાં અગાઉ અન્ય પ્રસગે થઈ ગયું છે તે બતાવી આપે છે કે એકાંત દૃષ્ટિએ ખેચાઈ જનારને ઉપાધ્યાય મૂઢ કહે છે અને તેવા પ્રકારની ભૂલ સાધારણ રીતે થતી જોવામાં આવે છે તેથી આ મુદ્દા ઉપર અવારનવાર એકથી વધારે વખત આ ઉપઘાતમાં તથા ગ્રંથમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છેહાલમાં એક છાપામાં આનંદઘનજીપર ટીકા કરતા જાણે તે સાધુ નામને પણ ચગ્ય ન હોય અને “માર્ગલપી-નિશ્ચયવાદી એવાં વિશેષણને એગ્ય હોય એમ બતાવી આ મહાત્માને ઉતારી પાડવાનો પ્રયત્ન થયેલે વાંચે ત્યારે લેખકની માલિશતા ઉપર અનુકંપા આવી હતી. આવા મહા પુરૂને બરાબર સમજવા માટે પણ ઘણા વિશાળ હૃદયની, અભ્યાસની અને ગુરૂપરંપરાના જ્ઞાનની જરૂર છે. સાધનને સાધન તરીકે નહિ સમજનાર, સાધ્યજ્ઞાન અને આત્મપરિણતિ વિના ચીંથરા વીણવામાં મુક્તિ માનનાર આવા વિચાર કરે. જ્યારે ઉપાધ્યાયની અષ્ટપદી આપણે વાંચીએ છીએ ત્યારે આ મુદ્દો આપણને વધારે સ્પષ્ટ થાય છે. આ વિષયની શરૂઆતમાં અષ્ટપદી આપવામાં આવી છે તે અન્ન ફરીવાર વાંચી જવા વિજ્ઞપ્તિ છે. એના લગભગ દરેક પદમાં અતઃકરણના ઉમળકા છે, હૃદયના આલાપ છે, આત્માનું ઉચ્ચ ગાન છે. આનદ ઠેર ઠેર નહિ પાયા, આનંદ આનંદમે સમાયા. અહીં ઉપાધ્યાચા શું કહે છે તે વિચારીએ. એ આનંદ શાંત નિર્મળ વૃત્તિને પ્રવાહ, પરભાવ ત્યાગવૃત્તિ, સ્વાનુભવરમણતા જ્યાં ત્યાં મળતા નથી અને ૧૦
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy