SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પેટા વિભાગપર આનંદઘન. 188 બેઠીમાં સેક વરસથી પડવું પડ્યું છે તે આ સંકુચિત દ્રષ્ટિનું પરિગુમ છે, પેટા વિભાગનું પરિણામ છે અને તેમાં રહેલી ટૂંકી દૃષ્ટિને પરંપરાથી બચાવ કરવાની રૂઢિને લીધે છે. અહીં ઈતિહાસના એક બીજા વિષયપર ઉતરવા જેવું થાય છે અને તેમ કરવા જતા વિષચાંતર થઈ જાય છે તેથી તે વાતને હવે બાજુપર સખી આપણે સહદય મનુષ્યને એટલું કહી શકીએ કે વર્તમાન મહાન્ બ્રિટીશ સામ્રાજ્યને પ્રભાવ ઐતિહાસિક દૃષ્ટિએ વિચારી આપણું ધાર્મિક સામ્રાજ્યમાં પણ પ્રબળ વીર્યપુરણ કરી આંતર ભેદની તકરારમાં વ્યર્થ વીર્યવ્યય થતું અટકાવી એકદરે જૈનશાસનની પ્રગતિ કેમ થાય, વીર પ્રભુના મહાન સંદેશા જગત આગળ કેવી રીતે સત્ય અને સારા આકારમાં સમજાવાય, અનેક પ્રાણીઓ તેને વિવેકબુદ્ધિથી કેવી રીતે આદરે, દુનિયામાં અહિંસાના નૃત્ય સાથે આત્મસતિનું લયસ્થાન કેવી રીતે થાય તે એક સાથે એકત્ર થઈ વિચારવાની જરૂર છે. વીર પરમાત્માનો એ જ માર્ગ છે, એ જ ઉપદેશ છે, એ જ શિક્ષા છે. અતિ સંકુચિત દૃષ્ટિના પ્રવાહમાં ઘસડાઈ જઈ વીર પરમાત્માનું સુય શિક્ષણ આપણે વિસરી ગયા છીએ, વિશાળ ધર્મના ત્રિકાળ શુદ્ધ સત્ય સનાતન તને આપણે ભંડારમાં ગોંધી રાખ્યાં છે, ઉપાશ્રયમાં સાચવી રાખ્યાં છે અને તેથી વિશેષ તેનામાં સત્તા હોય એમ બતાવવાને વિચાર કર્યો નથી. આ મહા આત્મક્ષતિ કરનાર ટુંકી દૃષ્ટિના વિચારે એટલું પ્રાબલ્ય ભોગવે છે કે વિશેષ લાભ કરનાર વીરના સત્ય રહસ્ય હોય એમ સમજાવનારને પણ આપણે હસીએ છીએ એ ખરેખર આપણું મૂઢતા છે, અયોગ્યતા છે, પછાતપણું છે. બહુ સારી રીતે વિચાર કરી સકુચિત દૃષ્ટિ દૂર કરી વિશાળ હદયથી વીર પરમાત્માના સંદેશા જગતને કહેવાની જરૂર છે, અને એ બાબત પસાર કરતી વખતે તપગચ્છ, ખરતરગચ્છ કે તેના અવાંતર ભેદ વિભેદ અને તેના ઉપદે વિચાર પણ કરવે ઉચિત નથી. એવા પેટા ભેદથી તેમના મુખ્ય સિદ્ધાંતને આ સમયમાં તે ઘણું જ નુકશાન છે, પૂર્વ કાળમાં સ્વાત્મજીવન માટે અથવા પરંપરાની જાળવણી માટે કદાચ તેને સહજ પણ ઉપયોગ હોય, પરંતુ હાલ તે તે પ્રગતિમાં વિઘ કરનાર, સાધુ જેવા વિશાળ દૃષ્ટિમાન મહાત્માઓને પણ અતિ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy