SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન ગચ્છાધિપતિઓ. 105 પિતાને અને તેમને સંબંધ બતાવવા સારૂ યશવિજયજી કહે છે કે તાસ વિશ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી શ્રી નવિજય વિબુધ પય સેવક, સુજસવિજય ઉવઝાયાજી ભાગ થાય તે પૂરણ કીધે, તાસ વચન તંછ વિણે વળી સમકિતદષ્ટિ જે નર, તેહ તણે હિત હેતેજી. મતલબ પિતે બાકીના રાસ પૂર્ણ કર્યો. તેમાં વિનયવિજયજી માટે કેટલું માન અને તેમને અરસપરસ કેટલો સબંધ હતા તે સમજવા યોગ્ય છે. પદવી ધરા એક બીજાને જોઈ દાંત કચકચાવતા નહતા એ આટલા ઉપરથી સ્પષ્ટ થાય છે અને તે ખાસ વિચારણીય અને અનુકરણેય બાબત છે. આ મહાત્માના ગ્રંથ વારંવાર એવા પ્રસંગે ઉપગમાં આવે છે, પર્યુષણમાં તેમની કલ્પસૂત્ર ટીકા અને અત્યથી સંસ્કારમાં પુયપ્રકાશનું સ્તવન એવા રસથી વેચાય છે કે તેઓનું નામ એક વિદ્વાન અનુભવી તરીકે ઘણું વરસે સુધી જવલંત રહેશે. વિજયદેવસૂરિ તપગછગગનમાં દિનમણિ તુલ્ય અકબર બાદશાહ પાસે ધર્મચર્ચા કરી જેને માટે અનેક પ્રકારના હકે મેળવનાર શ્રી હીરવિજયસૂરિ સુધમવામીની ૫૮મી પાટે થયા, તેમની પાટપર વિજયસેન સૂરિ થયા, તેઓની પાટે આ મહાત્મા ૬૦ મી પાટે થયા. સંવત્ ૧૬૪૩ માં જન્મ, સૂરિપદ ૧૬૫૬, આ મહાત્માને જહાંગીર પાદશાહે મહાતપાનું બિરૂદ આપ્યું હતું. તેમણે પિતાની હયાતીમાં વિજયસિંહસૂરિને પટ્ટધર નીમ્યા હતા, પરંતુ તેમને દેહવિલય સંવત્ ૧૭૧૦ માં થવાથી તેમના પછી વિજયપ્રભસૂરિની સ્થાપના કરી પોતે સંવત ૧૭૧રમાં ઉના ગામમાં સ્વર્ગ સીધાવ્યા. એમના વખતમાં જૈન શાસનની જાહોજલાલી એટલી બધી હતી કે તેઓ પાસે પાઠકપદ ધરાવનાર પચીશ શિષ્યો અને ૩૦૫ પંડિતપદ ધરાવનાર શિષ્ય હતા. તેઓના વખતમા શિથિલાચારને દાબવા માટે અનેક પ્રયત્ન થયા, તેઓએ કાઢેલા હુકમે હજુ પણ મળી શકે છે, પરંતુ તે સર્વથી પ્રતિકાર ન થવાથી અને ક્રિયાઉદ્ધારની જરૂરીઆત પડી હતી. તેઓએ કાઢેલ હુકમની નકલ મારી પાસે છે જે દરેક સાધુએ ખાસ વિચારવા ચગ્ય છે. વિજયાનંદ સૂરિ: વિજ્યદેવસૂરિના આ સમકાલીન ગચ્છાધિપતિ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy