________________
મને “ગાયકવાડ પર્વાત્ય ગ્રંથમાલા”ના સંચાલક છે. વિનયપ ભટ્ટાચાર્ય તરફથી નિમત્રણ મળ્યું અને મેં એ સ્વીકાર્યું. આ હારિભદ્રીય કૃતિને ન્યાય આપવાના મારા મનોરથે મને એમને જીવનવૃત્તાંત અને કનિકલાપ વિચારવા પ્રેર્યો. આનું ફળ એ આવ્યું કે, મારા દ્વારા સંપાદિત થઈ, બે ખંડમા પ્રસિદ્ધ થયેલી આ કૃતિને અંગે મેં ઉપાદ્યાત લખે. એ અંગ્રેજીમાં હોવાથી તેમ જ બે ખંડમા કટકે કટકે છપાયેલ હોવાથી, આને આધારે સળંગ જીવન અને કવન આલેખવાની મારી વૃત્તિ થઈ, અને “શ્રી સયાજી સાહિત્યમાળામા એ પ્રકાશિત કરવાનું નકકી થતાં, આ વૃત્તિ પિોષાઈ. એનું પરિણામ તે આ પુસ્તકની રચના છે.
પ્રણાલિકા–આ “હુંડા” અવસર્પિણીમાં અહીં—આ ભારતવર્ષમા વીસ તીર્થંકર થઈ ગયા છે, એમ જેનોનું માનવું છે. એમાંના અંતિમ તીર્થકર તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે. એમની પટ્ટપરંપરાને–વિક્રમની લગભગ પાંચમી શતાબ્દી સુધીમાં થઈ ગયેલા પ્રાચીન જૈન મહષિઓનો સંક્ષિપ્ત પરિચય શ્રમણકપમાંની તેમ જ નંદીની થેરાવલી પૂરો પાડે છે. મહાવીર સ્વામીના પ્રશિષ્ય જંબુસ્વામી વગેરેનું જીવનચરિત્ર કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ “પરિશિષ્ટ પર્વ” દ્વારા આલેખ્યું છે, અને એમના આ કાર્યને પ્રભાચન્દ્રસૂરિએ પ્રભાવકચરિત” રચીને, એમના સમય સુધીમાં થઈ ગયેલા મહાનુભાવ વિષે પ્રકાશ પાડ્યો છે. આમ, જૈન મહર્ષિઓના જીવનવૃત્તાન્ત ચવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે, અને એ આધુનિક સંપાદકે અને સંધ તરફથી અપનાવાઈ છે. આને લઈને આપણને હરિત્નસૂરિના પૂર્વગામી વાચકમુખ્ય ઉમાસ્વાતિ અને કવિવર સિદ્ધસેન દિવાકર જેવાની તેમ જ એમની અને એમના ઉત્તરવર્તી મુનિવરોની જીવનઝરમર જાણવાની તક મળે છે. આમ હોવા છતા, આધુનિક વાચકવૃતી વૃત્તિને પિપી શકે એવા સ્વતંત્ર જીવનચરિત્રો, પ્રાચીન મહાઓને લક્ષીને