SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ જાતિ--હરિભદ્રસૂરિ વિષેના પ્રબંધો જોતાં એઓ “બ્રાહ્મણ જાતિના હોવા જોઈએ એમ લાગે છે. પુહિત–પ્ર. ચ. (પૃ. ૬૨) પ્રમાણે આ સૂરિવય ચિત્રકૂટ (ચિતોડ)ના રાજા જિતારિના પુરોહિત થાય છે. આ રાજા રામ જેવો પ્રજાવત્સલ, યુધિષ્ઠિરની જેમ નીતિ–વત્સલ, અશોકની પેઠે દયા–વત્સલ અને અર્જુનની માફક રણવત્સલ હતો. બે ભાણેજ–પ્ર. ચ. (પૃ. ૬૫) અને ચ, પ્ર. (પૃ.૫૦) પ્રમાણે હરિભદ્રસૂરિને સ સારી અવસ્થામાં હંસ અને પરમહંસ નામના બે ભાણેજ હતા આ બને જણે આગળ ઉપર આ સૂરિ પાસે દીક્ષા લીધી હતી. - ભદ્રપરિણામ–યજ્ઞમાં બકરાને બલિદાનના પ્રસંગને ઉદ્દેશીને કહાવલીમા બકરાના મુખથી નીચે મુજબની વાતચીત રજૂ કરાઈ છે – બક–મે વર્ગ મેળવવાની ઇચ્છા રાખી નથી મેં તમને એ માટે પ્રાર્થના પણ કરી નથી. વળી હુ તે ઘાસથી સંતુષ્ટ છું (તમારા કથન મુજબ) યજ્ઞાથે જેનો વધ કરાય તે સ્વર્ગે જાય છે એ વાત સાચી હોય તો પછી તમે તમારાં માતાપિતાને વધ કેમ કરતા નથી કે જેથી એઓ સ્વર્ગે જાય ? ચિતડ” શહેર વિષે કેટલીક હકીક્ત જૈન તીર્થોને ઈતિહાસ (૫ ૩૮૫૩૯૧)મા અપાઈ છે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ સલાહંત ( ૩૩)માં ચિત્રનો અને જિનપ્રભમ્યુરિએ વિવિધતીર્થકલ્પના પૃ ૧૬માં ‘ચિત્રકૂટીને અને પૃ. ૩૦મા ચિત્તડ ને ઉલ્લેખ કર્યો છે ૧ જુઓ આ ચ (પ્ર ૯, પૃ ૬૨). ૨. પ્ર ચ માના “મહેન્દ્રસૂરિપ્રબંધ” (પૃ ૧૪૨)માં નિમ્નલિખિત પદ્ય છે – - " नाहं स्वर्गफलोपभोगतृपितो नाम्यर्थितस्त्व मया __सन्तुष्टस्तृणभक्षणेन सतत साधो 1 न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुव प्राणिनो यज्ञ किं न करोपि मातृपितृभि पुत्रैस्तथा वान्धवैः ॥".
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy