________________
હરિભદ્રસૂરિ
[ પુવર્ણ
૩૭૬
પૃ. ૨૨૬, ૫. ૬. અંતમાં ઉમેરેઃ ગમે તેમ પણ પ્રશમરતિની ઉપર્યુક્ત વૃત્તિ વૃદ્ધ ટીકાઓ જોઈને રચાયાનો એની પ્રશસ્તિમાં ઉલેખ છે. એ વિચારતાં એ વૃદ્ધ ટીકાઓ પૈકી કોઈ એક ટીકા પ્રસ્તુત હરિભદ્રસૂરિએ રચી હોય તે ન નહિ.
પૃ. ૨૩૦, ૫. ૧૧. અંતમાં ઉમેરેઃ
આદર્શ અને એને ઉદ્ધારદેવેન્દ્રસૂરિકૃત યવન્દણ-- ભાસ ઉપરની ધર્મઘોષસૂરિકૃત ટીકામાં કહ્યું છે કે મહાનિસીહને જે પ્રાચીન આદર્શ મથુરામા સુપાર્શ્વનાથના સ્તૂપમાં હતા તે મેં (હરિભદ્રસૂરિએ) પંદર દિવસના ઉપવાસ કરવાથી શાસનદેવીએ મને આ. એ આદર્શ ખંડિત હોવાથી તેમ જ એના કેટલાંક પત્રો ઉધઈને લઈને સડી ગયા હતાં તે પ્રવચનના વાત્સલ્યથી, ભવ્ય છોને ઉપકારક થનાર હોવાથી તેમ જ આત્મકલ્યાણાર્થે આચાર્ય હરિભદ્ર પિતાની મતિ પ્રમાણે સુધારીને લખ્યા.
પૃ. ૨૪૦, પં. ૨. અંતમાં ઉમેરઃ
(૨૧ અ) પ્રતિક્રમણની વિધિ વ્યવસ્થિત રીતે દર્શાવનાર તરી હરિભદ્રસૂરિ સૌથી પ્રથમ હોય એમ લાગે છે..
પૃ. ૨૪૨, પં. ૩. અંતમા ઉમેરેઃ
(૩ર અ) થયપરિણુ જેવા અનુપલબ્ધ ગ્રંથમાથી ઉદ્ધરણ આપ્યાં છે. કળાકૌશલ્યાદિના કાર્ય કરનારાને પુરસ્કાર માગ્યા કરત પણ વિશેષ આપવાની અમૂલ્ય સૂચના હરિભસૂરિએ એ દ્વારા કરી છે
(૩ર) પંચવભુગમાં ચર્ચાયેલા વિષયોનુ તાર્કિક દૃષ્ટિએ નિરૂપણ કરનાર તરીકે હરિભદ્રસૂરિ આદ્ય રથાન ભોગવે છે.
પ્ર. ૨૪૨, ૫. ૫. અતમાં ઉમેરેઃ આ ટીકામાંથી અવતરણ આપનાર તરીકે પણ હરિભસૂરિ પ્રથમ હશે.