________________
પુરવણ ]
જીવન અને વન
૩૭૩
વિસ્તૃત વિવેચન–આ ગુજરાતી વિવેચન ડૉ. ભગવાનદાસ મનઃસુખલાલ મહેતાએ તૈયાર કર્યું છે. એ ચૈત્યવન્દનના સૂત્રો તેમ જ લવિના સ્પષ્ટીકરણરૂપ છે.
વિવેચના–આ શ્રીવિજ્યપ્રેમસૂરિના પ્રશિષ્ય અને શ્રીવિજ્યરામચન્દ્રસૂરિના શિષ્ય ભાનુવિજયગણિએ તૈયાર કર્યું છે. એ દ્વારા એમણે શસ્તવના “લોગપજો અગરાણું' સુધીના ભાગને અને સાથે સાથે એને લગતી લવિના અંશને ભાવાર્થ રજૂ કર્યો છે.
અનુવાદ–આ શ્રીવિજયલબ્ધિસૂરિના પ્રશિષ્ય અને શ્રીવિજયભુવન તિલકસૂરિના શિષ્ય પં. ભદ્રકવિજયગણિની ગુજરાતી કૃતિ છે.
પૃ ૨૦૮, પં. ૫. “ગાથાઓ” ઉપર નિમ્નલિખિત ટિપણ ઉમેરેઃ
આ પાચે પડ્યો પવયણસારુદ્ધારમાં ગા ૬૬૪-૬૬૮ તરીકે જોવાય છે. એના ઉપરની સિદ્ધસેનસૂરિત વૃત્તિ (પત્ર ૧૮૮આ)માં આ સબંધમાં
૧ આને લલિતવિસ્તરા સવિવેચનના નામથી જે પુસ્તક શ્રીમતી કંચનબહેન ભગવાનદાસ મહેતા અને “જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયા” (મુંબઈ) તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રકારિત કરાયું છે તેમાં સ્થાન અપાયું છે. આ પુસ્તકમાં ચૈત્યવદનના સૂત્રો, લવિત્ર તેમ જ મુનિચન્દ્રસૂરિફત ૫રિકામાના ઉદ્ધરણો અને એનું ડે. મહેતાએ કરેલુ, સ્પષ્ટીકરણ તથા એમને ગુજરાતી ઉપદ્યાત અપાયેલા છે. વિશેષમાં પ્રારંભમાં શાસ્તવ આઠ. પાખડીના કમળ દ્વારા રજૂ કરાયો છે.
૨ આ પરમ તેજ (ભા. ૧) કે જે “દિવ્ય દર્શન સાહિત્ય સમિતિ” તરફથી અમદાવાદથી ઈ. સ. ૧૯૫૯માં છપાવાયું છે તેને એક અંશ છે. આ પુસ્તકમાં શકસ્તવનો ઉપર્યુક્ત ભાગ અને એને લગતી લેવિટ છે.
૩ આને “લલિતવિસ્તરા (ભા. ૧)”ના નામથી ઈસ ૧૫૯માં “લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલામાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં સ્થાન અપાયું છે. એમાં શકસ્તવ, અનુવાદકે લખેલ પ્રસ્તાવના અને ટિપ્પણો તેમ જ હરિભદ્રસૂરિની સ ક્ષિપ્ત જીવનરેખા છે.