________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૩૯
શંકરાચાર્ય અને હરિભદ્રસૂરિ–દશન-દિગ્દશન (પૃ. ૮૧૪)માં શંકરાચાર્યને સમય ઈ. સ. ૭૮૮-૮૨૦ને દર્શાવાયો છે. એ હિસાબે હરિભદ્રસૂરિ શંકરાચાર્યના પુરોગામી છે.
ઉદ્યોતનસૂરિના ગુર–ઉદ્યોતનસૂરિએ જે કુવલયમાલા શકસંવત ૭૦૦માં એક દિવસ એ હતું ત્યારે પૂર્ણ કરી તેની પ્રશસ્તિનું બારમું પદ નીચે મુજબ છે – “सो सिद्धतेण गुरू जुत्तीसत्येहिं जस्स हरिभदो।
बहुसत्थवित्थरगन्थपयडपत्यारियसव्वत्थो ॥"
હરિભદ્રસૂરિ પાસે આ ઉદ્યોતનસૂરિએ ન્યાયને અભ્યાસ કર્યો હતા એવો પાઠાંતરપૂર્વકને આને ફલિતાર્થ છે એમ કેટલાક વિદ્વાને માને છે. એ દષ્ટિએ હરિભદ્રસૂરિ ઈ. સ. ૭૭૮ની પૂર્વે વિદ્યમાન હતા એમ કહી શકાય. કમ્પની વિસે ગુણિના કર્તા અને હરિભદ્રસૂરિ–
પ્રભાતની પ્રતિલેખના ક્યારે કરવી એ બાબત કપની નિન્જરિ (? ભાસ)ની ૧૬૬૧મી ગાથા ઉપરની વિસે ચુણિમા અને એના વૃદ્ધભાસમાં તેમ જ પંચવભુગ (ગા ૨૫૫–૨૫૮)ની હારિભદ્રીય ટીકામાં વિચારાઈ છે. વિસે ગૃહિણના કર્તાએ બે જ આદેશ આપ્યા છે, જ્યારે યુદ્ધભાસ અને પંચવઘુગની ટીકા (પત્ર ૪ર)માં બેથી વધારે આદેશ છે. તે અહીં એ પ્રશ્ન ઊઠે છે કે હરિભદ્રસૂરિ ઉપર્યુક્ત વિસે ગુણિણના કર્યા પછી થયો છે કે કેમ?
૧ આ પ્રશસ્તિના તેર પડ્યો “શ્રીહરિમદ્રાવાચ સમનિય” (પૃ. ૧૫-૧૬)માં અપાયેલા છે
૨ આને અંગે પાઠાંતરે જોવાય છે. જેમકે “સિન્તગુરૂ મનાઈ વરસ”.
૩ જુઓ અહ૯૫ (ભા. ૧, પૃ.૫૮૮).