SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશ : હરિભદ્રસૂરિ દ્વારા નિર્દિષ્ટ સંપ્રદાય અને ઉપસંપ્રદાય હરિભદ્રસૂરિએ ભારતીય દર્શને વિષે પ્રસંગોપાત્ત ઉલ્લેખ કર્યો છે. એમાં એમણે જૈન દર્શનના બે મુખ્ય સંપ્રદાયે તાબર અને દિગંબરના મંતવ્યો રજૂ કર્યા છે. વિશેષમાં એમણે કેવલિ-ભક્તિ અને સ્ત્રી–મુક્તિ જેવી બાબતમાં તાબની અને કેટલીક બાબતમાં દિગબેરેની વિચારસરણી સાથે મળતા થતા યાપનીની પણ નોંધ લીધી છે તાબર શ્રમણે પૈકી જેઓ શાસ્ત્રોક્ત આચાર પાળવામાં શિથિલ બની મઠાધિકારીની જેમ વર્તતા હતા તેમની “ચૈત્યવાસી ને નામે એમણે ઝાટકણી કાઢી છે. આ ઉપરાત મહાવીરસ્વામીને હાથે દીક્ષિત થઈ આગળ ઉપર એમના પ્રતિસ્પર્ધી બનનાર ગે શાલક અને એમના દ્વારા સ્થપાયેલા આજીવિક–મત વિષે પણ એમણે નિર્દેશ કર્યો છે. બૌદ્ધ દર્શનની સૌત્રાતિક, વૈભાષિક, યુગાચાર યાને વિજ્ઞાનવાદી અને માધ્યમિક એ ચાર શાખાઓ વિષે પણ એમણે પ્રસંગ પૂરતુ વિવેચન કર્યું છે. ૧ ડો. પી એલ વૈદ્ય ઉવાસદાસાનું સંપાદન કરી એને ઇ. સ. ૧૯૩૦માં પ્રકાશિત કર્યું છે. એમણે આનાં ટિપ્પણમાં “આજીવિકે” એ નામથી અંગ્રેજીમાં પૃ. ૨૩૮–૨૪૪માં એમને વિષે કેટલુંક લખાણું કર્યું છે. એમાં ગે શાલકના વૃત્તાંત તેમ જ એમના તત્ત્વજ્ઞાન વિશે પણ નોંધ લીધી છે. આ સ બંધમાં વિશેષ માહિતી માટે ડે. હનલનો E R E (Vol 1, pp 259-268)માં છપાયેલ લેખ, ડો. બી એમ બઆનું History of the Pre-Buddhistic Philosophy (ch XXI) નામનું પુસ્તક તેમ જ આ ડે. બરુઆનુ આજીવિકે વિષે નિબ ઘ (monograph) (કલકત્તા, ૧૯૨૦) જેવા ભલામણ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy