SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૦ હરિભદ્રસૂરિ [ ઉપખંડ (૪૨) સિદ્ધસેન નંદીની ટીકા (પત્ર પર)માં હરિભદ્રસૂરિએ કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગને લગતી માન્યતાઓ વિચારતી વેળા એમને ઉલેખ કર્યો છે આ સિદ્ધસેનને મતે કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે અભિન્ન નથી, જો કે એ બને સમકાળે હોય છે. આથી આ સિદ્ધસેન તે સિદ્ધસેન દિવાકર નથી એમ ફલિત થાય છે, કેમકે એમને મતે તે કેવલજ્ઞાન અને દેવલદર્શન એ બે અભિન્ન છે કે જેવો મત વૃદ્ધાચાર્યને છે. (૪૪) સિદ્ધસેન (૧નીતિકાર) ધર્મબિન્દુ ( અ. ૪, રુ. ૨૦)માં એમને વિષે ઉલલેખ છે. એઓ વૈદિક હોય એમ લાગે છે, અને એ હિસાબે એઓ ઉપર્યુક્ત સિદ્ધસેન તેમ જ સિદ્ધસેન દિવાકરથી ભિન્ન છે ક્ષીરકદંબક વગેરેની પેઠે એમણે પણ કોઈ કૃતિ રચી હોય એમ લાગે છે. દીક્ષા લેનારી વ્યક્તિની તેમ જ એ આપનારી વ્યક્તિની શી ગ્યના હેવી જોઈએ એ બાબતને એમને મત પૃ. ૧૭૪માં મેં નો. છે. એનો ઉલ્લેખ ધમબિન્દુ (અ. ૪, ર૦)મા કરાય છે. એના ઉપરની ટીકામાં મુનિચન્દ્રસૂરિએ એમને “નીતિકાર” કહ્યા છે ૧ ઉમાસ્વાતિને પણ આ મત છે જુઓ તત્ત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૩૧)નું ભાષ્ય (ભા ૧, પૃ ૧૧૦) સૂયગડની ચુહિણના કર્તાને પણ આ મત છે. જુઓ આ ચુષિણનું પત્ર ૯૭ ૨ અન્યયોગનું “તારથી શરૂ થતુ ૧૮મુ પદ્ય સર્વદર્શનસંગ્રહ (પૃ. પર)માં “દુp સિદ્ધસેનવી ” એવા ઉલ્લેખ પૂર્વક હદત કરાયું છે તે શું આ કેઈ સિદ્ધસેનની કૃતિમાનુ પદ્ય છે અને અહીં “વાક્યકાર”થી શું સમજવાનું છે? હેમચન્દ્રસૂરિને બદલે તે સિદ્ધસેનનું નામ ભૂલથી રજુ નથી થયું ?
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy