SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા] જીવન અને કવન ર૮૦ - અલંકાર–વાસવદત્તામા સુબંધુએ આ કૃતિને ઉલ્લેખ કર્યો છે. આ વાસવદત્તા ઈ. સ.ની પાચમી સદીના ત્રીજા ચરણમાં રચાયાનું મનાય છે. કલ્યાણવિજયજીએ સુબંધુનો સમય ઈ. સ. ૩૭૫–૨૫ને દર્શાવ્યું છે. વાસવદત્તામાં ઈ. સની પાચમી સદીના પૂર્વાધમાં થઈ ગયેલા અને ન્યાયપાતિક્ના કર્તા ભારદ્વાજ ઉદ્યોતકરને ઉલ્લેખ છે. ૧ન્યાયબિન્દુ-આ ગદ્યાત્મક સંસ્કૃત કૃતિના ત્રણ પરિરછેદ છે. પહેલામાં સમ્યજ્ઞાનના પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રકારે સૂચવી પ્રત્યક્ષનું લક્ષણ અને એના ચાર ભેદો દર્શાવાયા છે. બીજામાં સ્વાર્થનુંમાનને અને ત્રીજામા પરાર્થનુમાનને અધિકાર છે. ત્રીજો પરિચછેદ સૌથી મટે છે. આ કૃતિનું પરિમાણ ૧G૭ ક જેવડું છે. - ન્યાયબિન્દુ ઉપર ધર્મોત્તરની ટીકા અને એ ટીકાને અંગે,(.) મલ્લવાદીનુ ટિપ્પણ પ્રસિદ્ધ થયેલા છે. દુર્વેકે ધર્મોત્તરની ટીકા ઉપર ધર્મોત્તરપ્રદીપ નામની ટીકા રચી છે. વળી વિનીતદેવ, કમલશીલ અને 'જિનૈમિત્રની ન્યાયબિન્દુ ઉપરની ટીકાના ટિબેટી રૂપાતર મળે છે. ન્યાયબિન્દુને ચીની અનુવાદ ઇ. સ. ૪૦૦ થી ૪૦૫ના ગાળામાં થયાનું મનાય છે તે કેવી રીતે વ્યાજબી ગણાય? ન્યાયવિનિશ્ચય–આ કૃતિ વિષે ખાસ કંઈ જાણવામાં નથી, ૧ છે પીટર પિટર્સન દ્વારા આ મૂળ કૃતિનું તેમ જ એના ઉપરની ધર્મોતરકૃત ટીકાનું સંપાદન થયુ છે. એ “બિબ્લિકા ઇન્ડિકા”માં કલકત્તાથી ઈ. સ. ૧૮૮૯માં પ્રસિદ્ધ થયેલ છે મૂળ ઉપર્યુક્ત ટીકા સહિત “કશી સંસ્કૃત સિરીઝ”મા ઈ. સ૧૯૨૪માં પ્રકાશિત કરાયું છે અને એમાં ન્યાયબિન્દુનો ચંદ્રશેખરે કરલે હિંદી અનુવાદ છપાયેલ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy