________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ વર-વર્ધમાનના અગ્રિમ શિષ્યોએ–અગિયાર ગણધરોએ એમની અમૃતમય વાણીને પિતાની પ્રતિભા વડે ગૂથી જૈન આગમનું–બાર અંગેનું નિર્માણ કર્યું, પરંતુ એ હિતકારી સાહિત્ય સર્વા એ આજે ઉપલબ્ધ નથી. એમના સમકાલીન શ્રમણએ તેમ જ એમના પછી ડાક સમય બાદ થયેલા શ્રમણોએ આ દ્વાદશાંગીને અનુલક્ષીને જે અન્ય અનુપમ કૃતિઓનું સર્જન કર્યું હતું એ પણ આજે સર્વા મળતી નથી. જૈન વાડમય “ગીર્વાણ” ગિરામાં ગૂથી એને સાર્વજનીન બનાવનારા તરીકે વાચકવર્ય ઉમાસ્વાતિ અગ્ર સ્થાન ભોગવે છે. તાંબર તેમજ દિગંબરો પણ એમને પોતીકા અને પ્રમાણભૂત ગણે છે. દિગંબર આચાર્ય
કુદકુંદ એ એમના સમસમી જેવા છે. એમણે જઈણ સેરસેણી ( જૈન શૌરસેની )માં અનેક કૃતિઓ રચી છે. એમના પછી બેતાબર ગગનમાં સિદ્ધસેન દિવાકર પિતાની અનેકવિધ પ્રતિભાને લઈને સૂર્ય સમાન શોભે છે. એઓ સમગ્ર જૈન જગતમાં (૧) કવિ, (૨) વાદી, (૩) તાર્કિક, (૪) દાર્શનિક, (૫) સ્તુતિકાર અને (૬) સર્વદર્શનસ ગ્રહકાર તરીકે એમ છ રીતે પ્રથમ સ્થાન મેળવે છે. દિગંબર સમાજમાં કેટલીક બાબતમાં લગભગ આવું સ્થાન એમના ઉત્તરવતી આચાર્ય સમતભદ્ર ભોગવે છે. સિદ્ધસેન દિવાકરના જાણે સાક્ષાત શિષ્ય ન હોય એવો ભાસ કરાવનારા મલ્લવાદીની એક કારિકા અને એના ઉપર એમણે રચેલા અર્થઘન દ્વાદશાનિયચક નામના ભાષ્ય વડે શ્વેતાંબર સાહિત્ય સમૃદ્ધ અને ગૌરવાન્વિત બન્યું છે. આ સાહિત્યસ્વામીઓની સમર્થ કૃતિઓનું
- ૧ એમને અગેની માહિતી માટે જુઓ પ્રશમરતિ અને સંબંધકારિકાની મારી “ઉસ્થાનિકા” (પૃ. ૧૧-૩૨, પઅ ને પદ) તેમજ “ઉપખંડ”.
૨ જુઓ મારું પુસ્તક નામે પાઈય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (મૃ. ૩૯, ૧૫૨, ૧૫૭, ૧૬૪, ૧૯ અને ૨૦૧ ).
૩ જુઓ પ્રથમ ટિપ્પણમાં નિદેશાલ “ઉપખંડ. જ એજન. ૫ એજન,