________________
નિ વેદન
આપણું દેશી ભાષાના સાહિત્યની અભિવૃદ્ધિ કરવાના સદુદેશથી, પતિતપાવન કે. શ્રીમન્ત સરકાર મહારાજ સાહેબ, શ્રી સયાજીરાવ ગાયક્વાડ ત્રીજા, સેનાનાસખેલ, સમશેરબહાદુર, જી. સી. એસ. આઈ, જી. સી. આઈ. ઈ, એલએલ. ડી. એઓશ્રીએ કૃપાવન થઈને બે લાખ રૂપિયાની રકમ અનામત મૂકેલી છે. તેના વ્યાજમાંથી “શ્રી સયાજી સાહિત્યમાળા” રૂપે વિવિધ વિષયોને લગતા પુસ્તક તૈયાર કરાવવામાં આવે છે.
તળુસાર, આ “શ્રી હરિભદ્રસૂરિ' એ નામનું પુસ્તક છે. હીરાલાલ ૨. કાપડિયા પાસે તૈયાર કરાવવામાં આવેલું, તેને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા તરફથી ઉક્ત માળામાં ૩૩૬મા પુષ્પરૂપે પ્રસિદ્ધ કરવામા આવે છે.
છે. ધૂ. પારેખ સંશાધન અધિકારી, પ્રાચ્યવિદ્યા મંદિર,
વડોદરા તા. ૧૦-૭–૧૯૬૩
જ્યોતીન્દ્ર મા. મહેતા
ઉપકુલપતિ, મ. સ વિશ્વવિદ્યાલય,
વડોદરા