________________
૨૪૦
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ ૨૧. ચૈત્યવંદનની વિધિ દર્શાવનારી આદ્ય ઉપલબ્ધ કૃતિ તે લલિતવિસ્તરા છે એમ આગમોદ્ધારકનું કહેવું છે.
૨૨. હરિભદ્રસૂરિએ જે કૃતિઓ ઉપર વૃત્તિ રચી છે તેમાની કેટલીકને “લઘુવૃત્તિ તે કેટલીકને બૃહદ્ઘત્તિ” તરીકે ઓળખાવાય છે, પરંતુ આથી કરીને એમણે આ દરેક કૃતિને બબ્બે વૃત્તિઓથી વિભૂષિત કરી છે એમ સમજવાનું કે માનવાનું નથી
૨૩ હરિભદ્રસૂરિએ જે કૃતિઓ ઉપર વૃત્તિ રચી છે એમાની કોઈ કોઈ ઉપર વિવરણ જોવાય છે. આમ એમની કેટલીક કૃતિઓ જાણે પલ્લવિત તેમ જ પુષ્પિત બની છે. - ૨૪. હરિભસૂરિન જે કૃતિઓ સ્વપજ્ઞ વૃત્તિ વડે વિભૂષિત નથી તેમાની કેટલીક ઉપર ઉત્તરવર્તી મુનિવરોએ વૃત્તિ રચી છે. આમા અનિચન્દ્રસૂરિ, મલયગિરિસૂરિ, ન્યાયાચાર્ય યશોવિજયગણિ અને આગમ દ્વારકને ફાળે મહત્વનો છે.
૨૫ હરિભદ્રસૂરિએ પિતાની કેટલીક કૃતિઓના પ્રવેશદ્વારની ગરજ સારે એવી કૃતિઓ રચી એમની કૃતિઓના સંક્ષેપરૂપે કૃતિઓ
જવાને માર્ગ અન્ય પ્રણેતાઓને સુઝાડ્યો છે. આને લાભ લેવામાં ન્યાયાચાર્ય યશોવિજયગણિ મોખરે હોય એમ ઉવએ સરહ અને મગપરિખા જેવી કૃતિ જોતા લાગે છે. આ ગણિવરે હરિભદ્રસૂરિની વિવિધ વિષયને અગેની કૃતિઓનું આકંઠ પાન કરી એને રસાસ્વાદ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત જ પૂરતું મર્યાદિત ન રાખતાં એ ગુજરાતી ભાષાભાષીઓને પણ એક યા બીજી રીતે કરાવ્યું છે. આને લઈને એમનું “ “લઘુ હરિભદ્ર” તરીકેનું ઉપનામ સાર્થક બને છે
૧ હીરવિજયસૂરિના શિષ્ય કીર્તિવિજયગણિના શિષ્ય કાંતિવિજયે વિ. સ. ૧૭૪૫ પછી તરત જ રચેલી મનાતી કૃતિ નામે સુજલીભાસ (પૃ. ૨૯)માં આ પ્રમાણેનો નિર્દેશ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે –