________________
ર૧૬
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
હરિભસૂરિએ રચી છે એમ એના સંપાદક આગમોદ્ધારકનું માનવું છે. ત્યાર બાદ આ જ સૂત્રગત “વિનચન્નતા” એ શબ્દગુરછને સમજાવતી અને અ. ૧૦, સૂ) ૬ પૂરતી–પત્ર ર૭૫-પર૧ સુધીની ટીકા ચશોભદ્રસૂરિએ રચી છે, અને બાકીની એમના શિષ્ય રચી છે. યશોભદ્રસૂરિકૃત ટીકાને અમુક અંશ અન્ય કોઈની રચના હોય એમ નવમા અધ્યાયની ટીકાની પુષ્પિકા જોતા જણાય છે. યશોભદ્રસૂરિના શિષ્યના મતે સાડાપાચ અધ્યાય પૂરતી ટીકા હરિભદ્રસૂરિએ રચી છે. પત્ર ૧-૨૭૫ સુધીની ટીકા હરિભસૂરિકૃત છે એ સિદ્ધ કરવા માટે આ ટીકાના સંપાદક આગમ દ્ધારકે નીચે મુજબના ભાવાર્થવાળા દસ કારણે રજૂ કર્યા છે –
(૧) સમુદાયાર્થ અને અવયવાર્થની પૃથતા સાડાપાંચ અધ્યાય સુધી છે એટલે એટલે ભાગ હારિભદ્રીય વૃત્તિને છે. આ વાતને યશોભસૂરિના શિષ્યનું કથન સમર્થિત કરે છે.
(૨) સિદ્ધસેનીય ટીકા કરતા આ વૃત્તિ પ્રાચીન છે. સિદ્ધસેનગણિ કરતા ચૌદ સો પ્રકરણના પ્રણેતા હરિભદ્રસૂરિપૂર્વકાલીન છે. નિર્દે શાદિ સૂત્રને વિષે જ્ઞાનાવરણીયાદિ સમ્યકત્વના આવરણરૂપ છે એ મતનું હરિભસૂરિએ નિરસન કર્યું છે (પત્ર ૪ર), જ્યારે સિદ્ધસેનગણિએ એ મત સ્વીકાર્યો છે (પૃ. ૫૭). વળી અ. ૬, સ ૧૬માં નારક આયુષ્યના આશ્રવના નિરૂપણ પ્રસંગે હરિભદ્રસૂરિએ માતાહારાદિને સંગ્રહ સ્વીકાર્યો છે, જ્યારે સિદ્ધસેનગણિએ એનું નિરસન કર્યું છે. એથી કરીને હારિભદ્રીય વૃત્તિ સિદ્ધસેનીય ટીકાથી પ્રાચીન છે
(૩) હરિભસૂરિએ જેમ વીસરીસિયામાં સમ્યક્ત્વના લક્ષણરૂપ આસ્તિક્ય ઈત્યાદિની પથાનુપૂર્વી દર્શાવી છે તેમ “તવાર્થશ્રદ્ધા સભ્યનં એ સૂત્રની વૃત્તિ (પત્ર ૨૦)માં કર્યું છે
૧-૨ જુએ પૃ ૨૧૫, ટિ ૩
Rાવા ઉર છે.