SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને ક્વત વિવરણ—મુનિચન્દ્રસૂરિએ ધ બિન્દુ ઉપર સંસ્કૃતમાં ૩૦૦૦ બ્લેક જેવડું વિવરણ રચ્યુ છે અને એ છપાવાયુ છે આની મૂળ સહિતની એક તાડપત્રીય પ્રતિ વિ. સ. ૧૧૮૧મા લખાયેલી છે ૧૦૫ વ્યાખ્યાના—જેમ અષ્ટકૅપ્રકરણને ઉદ્દેશીને આગમાદ્ધારકે વ્યાખ્યાને આપ્યા છે તેમ આ ધખિન્દુને અંગે ૨૨ વ્યાખ્યાને આપ્યા છે. આ લખી તેા લેવાયાં છે, પર તુ એ અમુદ્રિત છે. ઇટાલિયન ભાષાંતર—ડૉ. સુઆલિએ ચેાગખિન્દુની ઇ સ. ૧૯૧૦મા લખેલી પ્રસ્તાવનામા કહ્યું છે કે ધબિન્દુના સ્પષ્ટીકરણપૂર્ણાંકના મારા ઇટાલિયન અનુવાદ “ જર્નલ ઑફ ધિ ઇટાલિયન એશિયાટિક સાસાયટી ''મા છાપવા માટે મુદ્રણાલય પર મેાકલ્યા છે. અ. ૧-૩ પૂરતા પ્રથમ ભાગ પુ. ૨૧માં પ્રકાશિત થયા છે, બાકીના ભાગ ચાલુ વર્ષમાં છપાશે. ગુજરાતી અનુવાદ્ય—ધખિન્દના વિવિધ અનુવાદો જોવાય છેઃ~~ (૧) રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીએ ભાષાતર કર્યાનુ કહેવાય છે. (૨) શાંતિસાગરે જૂની ઢખે ગુજરાતી અનુવાદ કર્યો હોય એમ ધબિન્દુની મ ન દાશીની ઈ સ ૧૯૧૨ની પ્રસ્તાવના જોતા ભાસે છે ત્યા નીચે મુજબ ઉલ્લેખ છે. cr શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ધ બિન્દુ ગ્રંથ · મૂળ ટીકા તથા ભાષાતર સાથે શ્રીશાન્તિસાગરજી તરફ્થી પ્રથમ પ્રગટ કરવામા આવ્યા હતા ’ કદાચ એમ પણ હોય કે શાન્તિસાગરજી અનુવાદક ન હોય અને એમના ઉપદેશથી આ પ્રકાશન થયુ હોય ગ્રંથ નજરે જોવા મળે તે નિ ય થઈ શકે. ૧ જુએ પૃ. ૧૦૦, ટિ ૧. ૨ આ તેમ જ અગિષ્ટ ભાગ અદ્યાપિ મારા લેવામા આવ્યા નથી
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy