SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સાથે અત્માને લાગવગ, માણસને આત્મા ઢંકાએ રહે છે, અને બીજી બાજુએ જોઈએ તે પ્રકૃતિને અનુકૂળ જરૂરની શક્તિઓને વ્યય થયો હોય તે એક ઘરડો માણસ પણ જીવનના છેડા સુધી યુવાનીને જુસ્સે જાળવી રાખે છે. પરંતુ બધા માણસેના સંબંધમાં આત્માની સ્થિતિ કેવા પ્રકારે રહે છે તે સમજવું જોઈએ. તેથી કરીને ઘરડામાંથી બાળકનું સ્વરૂપ પાછું મેળવવું. તે બાળકનું અંતઃકરણજ પાછું મેળવવાની સાથે સરખાવતા થડા જ ઉલટપાલટ ફેરફાર થયે ગણશે. અને જે કે યુવાની અને ઉપરને આકાર કંઈપણ ફેરફાર વગરને રહે છે, તે પણ માણસના આત્માના છુપા ઉંડાણમાં એ નવીન જીદગીને જન્મ હોય તે બાળકના જેવા અંતઃકરણ અને આત્માનું પાછું મળવું થાય છે અને ત્યારે ઘરડે માણસ નવીન જીદગી શરૂ કરે તેના કરતાં આ ફેરફાર વધારે આશ્ચર્યકારક અને વધારે સૂક્ષ્મ છે. મહાવીર પરમાત્માની છાયાની જેઓ પસાર થયા હશે તેઓ દરેક આત્માને અંતરંગના આ ફેરફારવાળા ઈતિહાસની શરૂઆતને સારો અનુભવ હશે. ઉપરના કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારથી માણસ પિતાના આત્મિક સ્વરૂપમાં મહાવીરપણું જોઈ શકે છે અને એ મહાવીરપણાની મદદથી પિતાનું જીવન ફરી શરૂ કરે છે ત્યારથી તે ગમે તે ઘરડે કે યુવાન માણસ હોય તે પણ તેનું નવું બાળપણ શરૂ થાય છે અને એ જ રીતે ઘરડા અને યુવાન બાળકના સ્વરૂપને ધારણ કરે છે. મહાવીર૫ણુની પ્રતીતિ થતાંજ દરેક શ્રદ્ધાળુ આત્મા પિતાના દેષ, દુર્ગુણ, ઢોંગ અને ઈર્ષ્યાને દૂર મૂકીને તથા ખેટા મનુષ્યપણાની સઘળી ટેવ અને વિકારને ત્યાગ કરીને નવા જન્મેલા બાળકની પેઠે મહાવીરના વચનનું સત્યસત્ત્વવાળું દૂધ પીવાની ઈચ્છા કરે અને તેનાથી વધવાની ચાહના રાખે તે તે વિચાર એ કાંઈ કેવળ કાલ્પનિકનથી. અથવા બીજા શબ્દમાં કહીએ તે એક નાના બાળકની સામાન્ય ઈચ્છાઓ અને સ્વાદ તેમને અંતઃકરણમાં ફરી જાગૃત થાય છે. કારણ કે આત્મામાં મહાવીર વિશેની આતુર શ્રદ્ધા ઉત્પન્ન થવા લાગે છે. કે તરતજ નવીન દૈવિક જીવન ધીમે ધીમે જાગૃત થતું જય છે. બાળપણના આનંદ કરતાં વધારે ઉડે અને ઝળહળતે આ - બાળક્ન દ્રષ્ટાંત વારંવાર એટલા માટે આપ્યું છે કે એ અવસ્થા કેવળ નિર્દોષ અને આનંદિત હોય છે.
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy