SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો એકાતવાસ ૧૧૩ આત્મિક મહાસ્યનું વાતાવરણ ફેલાવ્યું હતું, જે પવિત્ર અને દૈવિક વિચાર વાતાવરણથી જગતને અંધકાર દૂર કર્યો હતે તે ખરેખર મનુષ્યને ઘણાજ આશ્ચર્યમાં ગર્ક કરી નાખે તેવું અને નાસ્તિકોથી ન માની શકાય તેવું ચમત્કારીક મહાભ્ય હતું, જાણુતા છતાં જેમણે ગર્ભના, બાલપણના, અને દુષ્ટજીના ઉપસર્ગોના દુઃખ સહન કીઘા અને છતી શક્તિએ તેમને પ્રતિકાર કરવાને બદલે જેમણે ઉદ્ધાર કીધે તે શ્રી વિરપ્રભુના આશ્ચર્યજનક જીવનને કેણ પાર પામી શકે તેવું છે.? તે મહાવીર પ્રભુની આવી ઉપકારની લાગણીને વધારે સ્ટ કરવાને તેના સઘળા દુઃખે જે અટકાવી શકાય તેવા હતા તેના પર વિચાર કરીએ. વીર પ્રભુની માત્ર પ્રત્યેની લાગણી કાંઈ ક્ષણિક નહેતી તેમજ તેના દુઃખે અને આત્મગ મનુષ્ય પ્રત્યે પ્રેમની લાગણે બતાવવા માટે જ તેણે સહન કર્યા નહોતા તે એવા કાય ન હતા તેમજ એવા માણસના પણ નહેતા કે જેને તેલ કર્યા વગર અને પરિણામ જાણ્યા વગર તેણે કીધા હોય તે સારી રીતે જાણતા હતા કે કર્મને નષ્ટ કરવાનું અને તે નિમિત્તે મનુષ્ય જાગૃત થાય તેટલા માટે મારે અવશ્ય દુઃખ સહન કરવાં જ જોઈએ તેની ભવિષ્યની સઘળી ધાસ્તી ગમે તે પ્રસંગે તાદ્રશરૂપે સ્વસ્થપણે તેની સન્મુખ હતી અને તે પણ તેના જ્ઞાનમાં જેમ તે સ પૂર્ણ હતા તેમ તેમ તેમના નિશ્ચયમાં પણ તેટલાજ દ્રઢ હતા. મનુષ્યનું વીર્યબળ ગમે તેવી ગરમીમાં અને યુદ્ધની ગમે તેવી ઉશ્કેરણમાં ઘણું જ શૂરવીરતાના કામ કરે છે; પરંતુ જે આગળથી તેમને પોતાના માઠા ભવિષ્યની ખબર આપવામાં આવે તે તે જરૂર પાતાનું પરાકમ બતાવવાને માટે જશે નહિ. એક દરીઆઈ મુસાફર જ્યારે મેજાએ શાંત હોય છે ત્યારે સમુદ્રમાં આગળ વધવાને લલચાય છે; પરંતુ જે તેને તોફાનની ધાસ્તિની ખાત્રી કરી આપવામાં આવે છે તે બીજી કઈ પણ લાલચથી તે આગળ વધવાને ઉદ્યમવંત થશે નહિ પરંતુ વીરપરમાત્મા કે જેમણે એકવીશ હજાર વરસ સુધી શાસન જયવંતુ રહે તેને માટે ઉડા પાયા નાખેલા છે તેમણે અંધકારના મહાસાગરમાંથી પસાર થઈને ગમે તેવા ભારે તેફાનેને વિખેરી નાખ્યા છે અને તેમના આત્માપરતે મહાસાગરના પાણી ચડી M P–1).
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy