SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રકાશ. મળતા નહોતા, પણ તે તદ્દન એકાંત અને સાદિ અનંત સિદ્ધ સ્વરૂપને મળતા હતા કે જે સ્થિતિ સંસારના કોઈ પણ ભાગમાં હેતી નથી. ગૌતમ સ્વામી કે જેઓ નિરંતર વીરપરમાત્માની પાસે જ રહેતા હતા અને અતિ-ઘણું પ્રેમથી તેમને ચાહતા હતા, છતાં મહાવીર પરમાત્માના અપૂર્વ વૈરાગ્યને અને તેના એકાંત કર્મયુદ્ધને તે કળી શકયા નહતા અને જ્યારે વીરપરમાત્માથી તેઓ દૂર હતા, ત્યારે મેક્ષે ગયાની હકીકત સાંભળી ત્યારેજ ગિતમ સ્વામીને તેની વૈિરાગ્યદશાનું લક્ષય થયું, અને પિતે પણ રાગ તજીને વૈરાગ્ય ભાવનામાં આવ્યા, અને તેજ વખતે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મૈતમ સ્વામિ કે જેઓ તેના પહેલા ગણધર હતા, અને તદ્દભવ મોક્ષગામી હતા. તેઓ તેમની એકાંત સ્થિતિ કળી શકયા નહિ તે પછી સામાન્ય મનુષ્યથી તે અંશ માત્ર કેમ જાણી શકાય ? તે શ્રી વીરપ્રભુ ટુંકા મનવાળા, હલકા હૃદયવાળા, વિકારને વશ થનારા અને અપવિત્ર જીવન ગાળનારા મનુષ્ય સમૂહમાં થઈને પસાર થતા હતા, ઘણાજ રવાથી મનુષ્યમાં, દુશ્મને માં, અસંતુષ્ટ પ્રકૃતિવાળા મનુષ્ય સમુદાયમાં ગમે ત્યાં તેઓ વિચરતા છતાં તેમનું હદય હમેશાં જગપર ઉપકાર કરવાની ચેાજનામાં અને મનુષ્ય પ્રાણના ઉદ્ધાર માટે આત્મભોગ આપવાના રાગ દ્વેષ વગરના પ્રેમથી ભરપુર હતું. અને જ્યારે તેનું આખું જીવન પસાર થયું, અને જે મનુષ્ય પિતાના વિચાર અને વિકારના પરિઘથી બહાર જઈ શકતા નહાતા તેમની વચ્ચે તેમના જીવનને ઘણે વખત પસાર થતું હતું છતાં તેને અંતરંગ આત્મા પરમાત્મપદના વિચારોથી ભરપુર હતું, અને તેને મની એ એકાંત સ્થિતિ તે એકલાજ અનુભવી શકતા હતા. તેના અનંત શકિતના આત્મામાં કેટલું બધું ઉંડાણ હતું કે, જેનું આસપાસના કેઈ પણ પ્રાણીથી માપ પણ થઈ શકતું નહોતું. જેમને પિતાના ખાસ શિષ્યો કર્યા હતા. તેમને પણ જેમની અંતરંગ સ્થિતિને અનુભવ મળી શકતે નહોતે. હજારેના ટેળાની વચ્ચે તેમને એકાંત વાસ હતું, તેમણે પિતાના જીવનના માર્ગમાં એકલા જ પ્રયાણ કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે, અને તેમની સાથે કઈ પણ મનુષ્ય હતા નહિ. જેઓ તેમના વખતમાં સાથે મોક્ષે ગયા. તેમના આત્માની ગતિને માર્ગ અલગ , કારણકે દરેક આત્માને સરખા કમી
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy