SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર मूलम्- सयं सहस्साण उ जोयणाणं, तिकंडगे पंडग वेजयंते । से जोयणे णवणवते सहस्से, उध्धुस्सितो हेट सहस्समेगं ॥१०॥ અર્થ : મેરૂ પર્વત એક લાખ જેજન ઉંચે છે. તેના ત્રણ વિભાગો છે: (૧) ભૌમ (૨) જાંબુનઃ (૩) વૈર્ય. આ ત્રીજા ભાગમાં પડકવન છે. તે પડકવન મેરૂની પતાકા સમાન ભી રહ્યું છે. આ મેરૂ પર્વત પૃથ્વીની નીચે એક હજાર જન સુધી અને જમીનની ઉપર નવાણું હજાર જેજનની ઉંચાઈએ વ્યાપ્ત છે. मूलम्- पुढे णभे चिट्ठइ भूमिवहिए, जं सूरिया अणुपरिवयंति । से हेमवन्ने बहुनंदणे य, जंसी रति वेदयंति महिदा ॥११॥ અર્થ : તે મેરૂ પર્વત આકાશને સ્પર્શ કરીને રહેલો છે અને જમીનનાં અંદરના ભાગમાં પણ વિસ્તરી રહેલે છે. સૂર્ય આદિ તિષિક દેવે તેની પ્રદક્ષિણા કરી રહયા છે. આ મેરૂ પર્વત સુવર્ણનાં જે પીળા વર્ણવાળો અનેક બાગ-બગીચાઓથી યુક્ત અને મહાન ઈન્દ્રોનું રતિક્રીડાનું સ્થાન છે. मूलम्- से पन्वए सद्दमहप्पगासे, विरायती कंचणमट्ठवन्ने । ___अणुत्तरे गिरिसु य पव्वदुग्गे, गिरीवरे से जलिएव भोमे ॥१२॥ અર્થ : તે સુમેરૂ પર્વત (સુદર્શન પર્વત) અનેક નામથી પ્રખ્યાત છે સોનામાં વર્ણ જેવો ચકચક્તિ છે. સર્વ શ્રેષ્ઠ હોવાથી સુવિખ્યાત છે તેમાં મેખલા આદિ હોવાનાં કારણે તે ચડે ઘણે જ દુર્ગમ છે. તે ગિરિરાજ વિવિધ પ્રકારની વનસ્પતિઓથી અને મણિઓથી વ્યાપ્ત છે. शूलम्- महीइ मज्झंमि ठिते गदे, पन्नायते सूरियसूध्ध लेसे । एवं सिरिए उ स भूरिवन्ने, मणोरमे जोयइ अच्चिमाली ॥१३॥ અર્થ : તે ગિરિરાજ પૃથ્વીની મધ્યમાં આવેલો છે. સૂર્યસમાન શુધ વર્ણવાળો છે. તે ઘણું સુદરતા અને અનેક વર્ણવાળે હોવાથી મનોરમ છે આ મેરૂ સૂર્યની સમાન દશે દિશાઓને પ્રકાશિત કરે છે. मूलम्- सुंदसणस्सेव जसो गिरिस्स, पवुच्चई महतो पव्वयस्स । एतोवमे समणे नायपुत्ते, जातीजसो दसणनाणसीले ॥१४॥ અર્થ ? જેવી રીતે મેરૂ પર્વતનું કથન કરવામાં આવ્યું છે તેવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર પિતાના આત્મપ્રકાશથી તેજસ્વી હતા જેમ મેરૂ પર્વત સઘળાં પર્વતમાં શ્રેષ્ઠ છે તેમ ભગવાન મહાવીર જ્ઞાન, દર્શન, ચારિત્ર્યમાં સર્વોતમ અને સર્વશ્રેષ્ઠ છે मूलम्- गिरीवरे वा निसहाऽऽययाणं, रुयए व सेठे वलयायताण । तओवमे से जगभूइपन्ने, मुणीण मज्झे तमुदाहु पन्ने ॥१५॥ અર્થ : જેવી રીતે મેટી લંબાઈવાળા પર્વમાં નિષધ પર્વત શ્રેષ્ઠ ગણાય છે અને વર્તુળાકાર પર્વતમાં જેમ રૂચક પર્વત શ્રેષ્ઠ ગણાય છે એ જ પ્રમાણે સમસ્ત મુનિઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. એમ પ્રજ્ઞાવંત પુરુષોએ કહ્યું છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy