SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩, ૬ ૩ मूलम्- धम्मणपन्नवणा जा सा, सारंभाण विसोहिया । _ण उ एयाहिं दिट्ठीहि पुवमासी पग्गप्पियं ॥१६॥ અર્થ સાધુઓને દાન આપીને ઉપકાર કરવો જોઈએ. તે આ ધર્મની દેશના છે. તે દેશના ગૃહસ્થને શુદ્ધ કરવાવાળી છે. પણ સાધુઓને નહિ આવી દષ્ટિથી પૂર્વે દેશના આપવામાં આવી છે. ટિપ્પણી - ગૃહસ્થોએ સાધુઓને દાન આપી ઉપકાર કરવો જોઈએ. કારણ કે ગૃહની શુદ્ધિ થાય. સાધુઓ એ દાનને સ્વીકાર કરે તો સંયમની વિશુદ્ધિ રહી શકે નહિ. ને સાધુઓ ગૃહસ્થને ત્યાંથી લાવી અન્ય તીર્થિકોને આપે તો અદત્તાદાન મૃષાવાદના દોષના ભાગીદાર બનવું પડે. मूलम्- सव्वाहि अणुजुतीहि, अचयंता जवित्तये । तओ वायं णिराकिच्चा, भुज्जो वि पगन्भिया ||१७|| અર્થ : સર્વ યુકિતઓ વડે પિતાના પક્ષની સિદ્ધિ ન થવાથી અન્યતીથીઓ વાદને મૂકી પિતાનાં પક્ષનું સ્થાપન કરવા ધૃષ્ટતા કરે છે. मूलम्- रागदोसाभि भूयप्पा, मिच्छतेण अभिदुत्ता। आउस्से सरणं जंति, टंकणा इव पव्वयं ॥१८॥ અર્થ : રાગ અને દ્વેષથી પરાભવ પામેલા ને જેનો આત્મા મિથ્યાત્વથી ભરપુર છે તેવા અન્યતીર્થિકે શાસ્ત્રાર્થથી પરાજિત થયેલ તેઓ ગાળ (ગલીચ શબ્દો) આદિને આશ્રયગ્રહણ કરે છે. જે રીતે પહાડમાં રહેતી મલેચ્છ જાતિ હારી જતાં પર્વતને આશ્રય લે છે मूलम्- बहुगुणप्पगप्पाइं, कुज्जा अत्तसमाहिए। નેઇડ નો વિજ્ઞા , તે ત ત સમારે ?? અર્થ : જેની ચિત્તવૃત્તિ પ્રસન્ન રહેલી છે તેવા મુનિ પરતીર્થિક માણસની સાથે શાસ્ત્રાર્થના સમયે બહુ ગુણ પ્રકટ થાય તેવાં અનુષ્ઠાનો આચરે છે જેના વડે બીજા માણસે પોતાનો વિરોધ ન કરે. આ કારણથી તે તે અનુષ્ઠાનેનું આચરણ કરે. मूलम्- इमं च धम्ममादाय, कासवेण पवेइयं । कुज्जा भिक्खु गिलाणस्स, अगिलाए समाहिए ॥२०॥ અર્થ : કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રતિપાદિત આ ધર્મને સ્વીકાર કરીને સાધુ રેગસાધુની ગ્લાનિ રહિત થઈ પ્રસન્નચિત્ત વૈયાવચ્ચ કરે. मूलम्- संरवाय पेसलं धम्मं, दिष्टिमं परिनिम्बुडे । उवसग्गे नियामित्ता, आमोक्खाय परिवएज्जासि ॥२१॥ અર્થ : પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણનારા રાગ દ્વેષ રહિત મુનિ ઉત્તમ શ્રત ચારિત્ર્ય રૂપ ધર્મને જાણને ઉપસર્ગોને પિતાના આધીન કરી મોક્ષ પ્રાપ્તિ પર્યત સયમનું અનુષ્ઠાન કરે इति तृतीयाध्ययने तृतीयोद्देशकः
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy