SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મૂયગડાંગ સૂત્ર ઈદ્રિયાદિ વિગેરે જીવોને મનવચન-કાયાથી મારે નહિ ને જે સાવદ્યા નુષ્ઠાનથી વિરકત છે તે પુરુષ સુક્ત જીવન સમાન કહ્યા છે ટિપ્પણી - વીર પુરુષ તે તેને કહી શકાય જે સંયમને તપ દ્વારા કર્મોને ખપાવી, આરભ સમારંભનો ત્યાગ કરી, મોક્ષપણે વિચરી રહ્યા છે, કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૮ પાપ સ્થાનકને ત્યાગ કરી સંચમ માર્ગમાં વિચરી, શાંત, ને મુક્ત સમાન છે તે જ વીર કહેવાય છે मूलम्- णवि ता अहमेव लुप्पए, लंपंति लोअंसि पाणिणो । एवं सहिएहिं पासए, अनिहे से पुढे अहियासए ॥१३॥ અર્થ : જ્ઞાનસંપન્ન મુનિ આ પ્રમાણે વિચારે કે આ જગતમાં દુઃખ વિશેષથી હુ એકલે પિડાત નથી. પણ આ સંસારમાં બીજા પ્રાણીઓ પણ પીડિત થયેલા છે. તેથી તુ પરિણહથી સ્પર્શિત થઈને પણ કેધ વિગેરેથી રહિત થઈને સહન કર मूलम्- धूणिया कुलियं व लेववं, किसए देह मणसणाइहि । अविहिसामेव पव्वए, अणुधम्मो मुणिणा पवेइओ ॥१४॥ અર્થ : લેપવાળી ભીત લેપ ક ઢીને ક્ષીણ કરી શકાય છે તે જ પ્રકારે ઉપવાસ આદિ તપસ્યા વડે દુર્બળ શરીર કરી શકાય છે અહિસા ધર્મનું જ પાલન કરવું જોઈએ એમ સર્વજ્ઞ ભગવતે ધર્મ કહેલ છે. मूलम्- सउणी जह पंसुगुंडिया, विहुणीय धसमई सियं रयं । एवं दविओवहाणवं, कम्म खवइ तवस्सिमाहणे ॥१५॥ અર્થ ? જેવી રીતે પક્ષિણી ધૂળથી ભરેલ પિતાના શરીરને હલાવીને લાગેલી ધૂળને દૂર કરે છે એ જ પ્રમાણે ભવ્ય પુરુષ ઉપવાસ વિગેરે તપ કરનાર સાધુ અહિંસાવ્રતનું પાલન કરતાં જ્ઞાનાવરણ વિગેરે કર્મોનો નાશ કરે છે मूलम्- उठ्ठिय मणगार मेसणं, समण ठाणट्ठियं तवस्सिणं । डहरा बुड्ढाय पत्थये, अविसुस्से ण य तं लभेज्ज णो ॥१६॥ અર્થ : ઘરરહિન સુનિને તથા એષણાને પાલન કરવા તત્પરને પોતે સંચમસ્થાનમાં સાવધ એવા તપસ્વી શ્રમણને તેના પુત્ર, માત-પિતા વિગેરે સયમ મુકાવા ચાહે પ્રાર્થના કરે પરત તે સાધુ સ્નેહી જનોને આધીન ન થાય ટિપ્પણી - ઘરત્યાગ કર્યો છે ને એષણાના પાલનમા તત્પર એવા અણુગારને મોક્ષમાં વિઘરૂપ થઇ પડે તેવા માતા-પિતા આદિના વચને ચલાયમાન કરી શકતા નથી. પણ મોક્ષમાર્ગમાં સ્થિર રહે છે,
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy