SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અધ્યયન ૬ દેશિક આહારને પણ પરિત્યાગ કરે છે. (સાધુ માટે બનાવેલ આહારને ઉદ્દેશક કહેવાય. તેથી તેવા દેષિત આહારને જૈન સાધુઓ ગ્રહણ કરતાં નથી). मूलम्- भूयामिसंकाए दुगुंछमाणा, सव्वेसि पाणाण निहाय दंडं । तम्हा ण भुंजंति तहप्पगारं, एसोडणुधम्मो इह संजयाणं ॥४१॥ અર્થ : વિતરાગ દેવનો પ્રરૂપિત સયમને ધર્મ એ અહિસાવાળે છે કે કેઈપણ પ્રાણી-જીવની હિંસાની શંકા થાય છે તેઓ સાવદ્ય આહાર લેતાં નથી સમ્યક આચારનું પાલન કરવાવાળા જેન સાધુઓને આ પર પરાગત ચૂત અને ચારિત્ર ધર્મ છે. આવા સંયમીઓ સઘળા જીવોને અભયદાન આપી જ સંસારને ત્યાગ કરે છે मूलम्- निग्गंथधम्ममि इमं समाहि, अस्सिं सुठिच्चा अणिहे चरेज्जा । बुद्धे मुणी सील गुणोववेए, अच्चत्थतं पाउणती सिलोगं ॥४२॥ અર્થ : નિગ્રંથ ધર્મમાં આહાર વિશુદ્ધિરૂપ ધર્મને સમાધિનું સ્થાન કહ્યું છે. જૈન સાધુઓ આવા સમાધિ માર્ગમાં સ્થિત રહીને, માયારહિત બનીને, શિલ ગુણથી યુકત થઈને સંયમ અનુષ્ઠાન પાળે છે જૈન સાધુઓ મૂળ ગુણ અને ઉત્તરગુણ સહિત હોય છે તેઓ આરંભ પરિગ્રહ અને રાગરહિત હોવાથી ઈન્દ્રાદિક દેવેને પણ પુજનીય છે. मूलम्- सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए माहणाणं । ते पुन्नखंधे सुमहडज्जणित्ता, भवंति देवो इति वेयवाओ ॥४३॥ અર્થ : હવે આદ્રકુમાર બૌદ્ધ સાધુઓનો સમાગમ છેડી આગળ જાય છે. ત્યારે તેમને બ્રાહ્મણ શ્રમણને મેળાપ થાય છે આ શ્રમણો આદ્રકુમારને કહે છે કે ઉપરનાં બને દર્શને વેદ-ધર્મની બાહ્ય છે પણ તમારે જૈન મત પણ વેદ બાહ્ય છે અમારે વેદ ધર્મ કહે છે કે બ્રાહ્મણની સેવા કરે. યજ્ઞનાં અનુષ્ઠાને કરો, જેઓ છ અંગ એવા વેદના જાણકાર પંડિત હોય તેવા બે હજાર બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે જોજન કરાવનારને મહાન પુણ્ય રાશી પ્રાપ્ત થાય છે. તેઓ સ્વર્ગ મેળવે છે. मूलम्- सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए कुलालयाणं । से गच्छति लोलुवसंपगाढे, तिन्वाभितावी नरगाभिसेवी ॥ ४४ ॥ અર્થ • બ્રાહ્મણનાં વચન સાંભળીને આદ્રકમુનિ કહે છે કે જે મનુષ્ય આરભ સમારંભ કરીને બે હજાર શ્રમણ બ્રાહ્મણોને જમાડે તે કુપાત્ર છે, આ દાન કુપાત્રનું દાન છે. બ્રાહ્મણે આહારની પ્રાપ્તિ માટે ક્ષત્રિય આદિના ઘરમાં ફરતાં રહે અને અન્યની કમાઈ ઉપર આજીવિકા ચલાવે તે બ્રાહ્મણે કુપાત્ર છે. વળી તેઓનું શીલ પણ સચવાતુ નથી. કારણ દીનતા કરીને ગૃહસ્થની માફક પિતાની આજીવિકા ચલાવવી પડે છે. તેથી કરીને પિતાને આત્મા હણાય છે બ્રાહ્મણ-બ્રા-કહેતાં આત્માની શુદ્ધિમા શીલગુણ આદિ વ્રત સહિત જે રમતો હોય તે જ બ્રાહ્મણ કહેવાય
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy