SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અધ્યયન ૧ जीवकाए, एतावताव अस्थिकाए, एतावताव सव्वलोए एतं मुहं लोगस्स करणयाए अवियंतसो तणमायवि । से किणं किणावेमाणे, हणं घायमाणे पयं पयावेमाणे अवि अंतसो पुरिसमवि कोणिता घायइत्ता एत्थंपि जाणाहि णत्थित्थ दोसो, ते णो एवं विप्पडिवेदेति, तं जहा-किरियाइ वा जाव अणिरएइ वा, एवं ते विरूवरूवेहि कभ्मसमारंह विरूवरूवाइं कामभोगाई समारभति भोयणाए, एवमेव ते अणारिया विप्पडिवन्ना तं सदहमाणा, तं पत्तियमाणा, जाव इत्ति ते णो हवाए, णो पाराए। अंतरा कामभोगेसु, विसण्णा । दोच्चे पुरिसजाए पंचमहब्भूतिए त्ति आहिए ॥१६॥ અર્થ - પૂર્વોકત પુષ્કરિણીતા કીચડમાં ફસાએલા ચાર પુરુષમાંથી બીજે પુરુષ પંચ મહાભૂતવાદી કહેવાય છે આ લેકમાં પૂર્વ આદિ દિશાઓમાં મનુષ્યો નિવાસ કરે છે અને તે આર્ય, અનાર્ય, સુરૂપ-કુરૂપ આદિ અનેક પ્રકારના હોય છે. અને તેમાં કેઈ એક રાજા હોય છે. અને રાજાની પરિષદ પણ હોય છે રાજાની પરિષદનું વર્ણન આગળના સૂત્ર પ્રમાણે જાણી લેવું. કઈ શ્રદ્ધાળુ પણ હોય છે. તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ-બ્રાહ્મણ વિચાર કરે છે અને વિચાર કરીને તેની પાસે જાય છે. પિતાના ધર્મની શિક્ષા દેનારા તે શ્રમણ બ્રાહ્મણ તે શ્રદ્ધાળુને કહે છે – હે પ્રજાના ભયનું નિવારણ કરનાર રાજ! હું તમને મારા ધર્મનું સ્વરૂપ સમજાવીશ તમે તે ધર્મને સત્ય સમજે આ ધર્મ સુખ્યાત અને સુપ્તજ્ઞપ્ત સમજે તે ધર્મ આ પ્રમાણે છે આ જગતમાં પાંચ મહાભૂત જ છે. અને આ પાંચ મહાભૂતોથી જ કિયા–અક્રિયા સુકૃતદુષ્કૃત, પુણ્ય-પાપ, શ્રેય–અશ્રેય, સિદ્ધિ–અસિદ્ધિ નરક અને નરકથી ભિન્ન ગતિ, વધારે શુ? તૃષ્ણની નમ્રતા પણ તે પાંચ મહાભૂતોથી જ થાય છે. અન્યથી નહિ આત્મા કઈ કાર્ય કરતો નથી. આ પાંચ મહાભૂતોનો સમુહ જ ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે જેમકે પ્રથમ મહાભૂત પૃથ્વી છે બીજે મહાભૂત જળ છે. ત્રીજો મહાભૂત તેજ છે. મહાભૂત વાયુ છે. અને પાંચ મહાભૂત આકાશ છે. આ પાંચ મહાભૂતે કાંઈ કર્તા દ્વારા બનાવેલ નથી તથા અન્ય દ્વારા નિર્માણ કરાવાયેલ નથી તે અકૃત છે અકૃત્રિમ છે અને અમૃતક જેને કઈ ર્તા કે નિયતા નથી એવા) છે. અનાદિ છે શાશ્વત છે. અને સમસ્ત કાર્યોના કરનાર છે તેમને કાર્ય કરવાની પ્રેરણા આપનાર કોઈ નથી તે સ્વતંત્ર તથા અવિનાશી છે. કઈ કઈ (સાંગ્ય આદિ) પાંચ મહાભૂતો અને છ આત્માનો સ્વીકાર કરે છે અને તેઓનું કથન છે કે સત્ પદાર્થ તો કેઈ સમયે નાશ થતો નથી. અને અસત્ની ઉત્પતિ થતી નથી અર્થાત કોઈપણ પદાર્થને ઉત્પાદ નથી વિનાશ નથી માત્ર આવિર્ભાવ અને તિભાવ હોય છે. પાંચ મહાભૂતવાદીઓના મનમાં પાચ ભૂતરૂપ જ જીવ છે. તેજ અસ્તિકાય છે તે જ સંપૂર્ણ જગત છે તે પાંચ મહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે. સામાન્ય તૃણનું કંપન પાંચ ભૂતોને કારણે જ થાય છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy