SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ અધ્યયન ૧૬ (૧૩) તેરમા અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવે છે કે જે સાધુ પિતાના શિષ્યના ગુણ અને દોને જાણી શકે તેમ જ પિતે સ્વય સદગુણામાં રહી શકે. તેવા જ સાધુ આત્મકલ્યાણ સાધી શકે છે ચૌદમા અધ્યયનમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જેમનું ચિત્ત પ્રશસ્ત ભાવે અને લેશ્યાએથી યુકત હોય તથા આત્મકલ્યાણ રૂપ નિશ્ચયપણે જ્ઞાન-દર્શન-ચારિત્ર્યની એક્તારૂપ અનુભવ કરતો હોય તે જ સાધક અશાંતિ રહિત બની શકે છે. (૧૫) પંદરમા અધ્યયનમાં બતાવેલ સર્વ અને એ ઉપદેશ છે કે અર્થ અને ભાવોને આચરણમાં મૂકવાથી સાધક, મુનિ બની, મેક્ષ સાધવાવાળો થાય અને દીર્ઘ ચારિત્ર્યવાળો બને (૧૪) આ પ્રમાણે પૂર્વોકત પદર અધ્યયનમાં જે જે વિષયનુ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ જ પ્રતિપાદન અહી યા “ગાથા' નામનાં સોળમા અધ્યયનમાં સંક્ષિપ્તથી કહેવામાં આવશે સાધુધર્મ આરંભ અને પરિગ્રહ રહિત છે તે ઉપરાંત ક્ષમા આદિ દશ પ્રકારનો ધર્મ વર્ણવેલ છે તેનું પણ યથાતથ્ય પાલન કરવાનું કહે છે (આ દશ ધર્મે ગ્રહસ્થને પણ અમુક અંશે અમલમાં મૂકવાના રહે છે) તે ઉપરથી ક્યા સાધકને “શિક્ષક શ્રમણ, માહણ કે નિગ્રંથ કહી શકાય તે સુયગડાંગ સૂત્રનાં બીજા શ્રત ધમાં હવે પછી સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે मूलम्- अहाह भगवं एवं से दंते दविए वोसटकाएत्ति वच्चे माहणेत्ति वा १ समणेत्ति वा २ भिक्खुत्ति वा ३ गिग्गंथे त्ति वा ४ पडिआह भंते । कहं नु दंते दविए वोसटकाएत्ति वच्चे माहणेत्ति वा समणेत्ति वा भिक्खूत्ति वा णिग्गंथेति वा? तं नो बूही महामुणी! इतिविरए सव्वपावकम्भेहि पिज्जदोसकलह० अब्भक्खाण० पेसुन्न० परपरिवाय० अरतिरति० मायामोस० मिच्छादसण सल्लविरए सहिए समिए सया जए, णो कुज्झे, णो કાળી, મારુત્તિ વચ્ચે શા અર્થ : શ્રમણ ભગવાન મહાવીરે ઉપદેશ્ય છે કે જે પુરુષ ઈન્દ્રિયનુ દમન કરનાર, મોક્ષને અભિલાષી મમત્વને ત્યાગ કરનાર સાધક હોય તેને માહણ, શ્રમણ, ભિક્ષુક તથા નિર્ચ થ કહેવાય છે, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે “હે પૂજ્ય! આ ચારેય નામવાળા સાધકનાં ગુણ ભિન્ન ભિન્ન કરી બતાવે. પ્રસગના પ્રત્યુત્તરમાં ભગવાન રમાવે છે કે અઢાર પાપસ્થાનકેથી જે પુરુષે નિવૃત્ત થયા હોય, આઠ પ્રવચન માતારૂપ સદ્વર્તનથી ચુકત હોય, સમ્યકજ્ઞાન આદિ પ્રાપ્ત કરેલ હોય, અકેધી તથા અભિમાનરહિત હોય તે સાધુને “માહણ કહેવાય છે દ્રવ” ને અર્થ સંયમ છે જે ઈન્દ્રિય અને મનને દમન કરે છે તે “વીક' કહેવાય છે જેણે નાન વિગેરે શારીરિક સંસ્કારોને ત્યાગ કર્યો છે તે “શ્રુતકૃષ્ટ કાય” કહેવાય છે. ત્રસ અને સ્થાવર જેને જે ન હણે તેઓ “માહણ કહેવાય છે નવ વાડ વિશુદ્ધ જે બ્રહ્મચર્યને ધારણ કરે તે બ્રાહ્મણ કહેવાય છે બાર પ્રકારની તપશ્ચર્યા કરે તે “શ્રમણ કહેવાય છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy