SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવકુમારનું વૃત્તાંત પણ મને તે વ્હાર કહાવતે ન હતું. એટલે તેને રસલુખ્ય અને હકારી જાણીને રસને મેં કુવામાં નાખી દીધે, આથી તેણે મને પણ માચી સહિત કુવામાં નાખી દીધા. હું કુવામા વેદી (બાધેલ બહાર પડતે એક ભાગ) ઉપર પડે એટલે અકારણુ બંધુ એવા તેણે ફરીને મને કહ્યું -“તે ખેદ કરીશ નહિ, તું રસની અંદર પડયે નથી. વેદિકા ઉપર રહ્યો છે. માટે અહીં જ્યારે ગેધા (ઘ) આવે ત્યારે તેનું પૂછડું પકડીને તારે નીકળી જવું. તેની રાહ હવે જેયા કર.” આ તેના વચનથી કેટલેક કાલ હું તે કુવામાં પડી રહ્યો, અને વાર વાર નમસ્કાર ગણતાં તેનાં આવાસનાથી હું સ્વસ્થ થશે. એવામાં તે પુરૂષ મરણ પામ્યું. એક દિવસે મે ભયંકર શબ્દ સાંભળ્યો, અને મનમાં ચકિત થયે, પણ તેનું વચન યાદ કરીને “તે ઘ આવતી હશે” એમ મારા મનને નિશ્ચય થયે. એવામાં તે ઘ રસપાન કરવાને આવી, અને વળતા તેના પૂછડામા હુ ચોંટી પડશે. તે પૂછડાથી હું બહાર નીકળ્યો. પછી તેને મેં મૂકી દીધું. અને મૂચ્છિત થઈને હું ધરણપર ઢળી પડશે. ક્ષણવાર પછી સાવધાન થઈ જ ગલમા ભમતા મને એક જ ગલી પાડાએ જે. એવામાં હ એક શિલા ઉપર ચડી ગયે. તે શિલાને પોતાના ઉંચા શીંગડાથી મારતા તે પાડાને અજગરે પકડયે. તે બનેનુ યુદ્ધ ચાલતા હું ઉતરીને ભાગ્ય અને વેગથી જ ગલના છેડે આવેલ એક ગામડામાં પહોંચે ત્યા મામાના મિત્ર રૂદ મને દીઠો અને મારી બરદાસ કરી. પછી કઈક ન્યૂન એક લક્ષ દ્રવ્યના ભાડ લઈને તે સ્થાનથી રૂદ્રદત્તની સાથે સુવર્ણભૂમિ તરફ હું ચાલ્યું. પછી ઈષવેગવતી નદી ઊતરીને અમે બંને ગિરિકુટ (પર્વતના શિખર) પર ગયા. ત્યાં વેત્રવનમા ટકણપ્રદેશમાં પહોચ્યા. ત્યાં બે બકરા લઈ તેની પર આરૂઢ થઇને તે અજપથ (બકાથી જવાય તે માગ)ને અમે ઓળ. એટલે રૂદ્ર છેછે આ સ્થાનથી પગે ચાલનારાઓને માર્ગ મળે તેમ નથી. માટે આપણે આ બે બકરાંને મારીને તેનાં માસને ભાગ બહાર કરી અને વાળને ભાગ આદર રાખી બે ધમણ બનાવીએ અને તેની અંદર આપણે પ્રવેશ કરીએ, પછી અહીં આવતાં ભારંડ પક્ષીઓ માંસના બ્રમથી આપણને ઉપાડીને સુવર્ણભૂમિમા લઈ જશે.” ત્યારે મેં કહ્યું કે જેમણે આપણને વિષમભૂમિથી પાર ઊતાર્યા, તે પોતાના બંધુ સમાન એ બકરાંઓને આપણાથી કેમ હણાય? એ રીતે મારું વચન સાંભળીને તે બે – આ બકરા કઈ તારા નથી! એમ કોધથી બોલીને તેણે પોતાનું બકરું મારી નાખ્યું. એટલે બીજુ બકરૂં દીન અને કાયર દષ્ટિથી મને જોવા લાગ્યું. તેને મેં કહ્યું કે તારું રક્ષણ કરવાને હુ સમર્થ નથી. શું કરું? તે પણ જૈનધર્મ તારું શરણુ થાઓ સંકટ પડતા તે ધર્મજ બધુ, પિતા અને માતા સમાન છે. પછી મેં કહેલ ધર્મને તેણે શિર ઝુકાવીને સ્વીકાર કર્યો. અને નવકાર મંત્રનું શ્રવણ કર્યું. એવામાં રૂદ્રદત્તે તેને માર્યો એટલે તે દેવલેકે ગયે. હવે અમે બને છરી લઈને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy