SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - વસુદેવ માનું વૃત્તાંત ચારણ મુનિને પૂછયું -“અમને પુત્ર પ્રાપ્તિ થશે?? એટલે તે થશે એમ કહીને ચાલ્યા ગયા. અનુક્રમે હું તેમને પુત્ર થયો. એક દિવસે મિત્રોની સાથે ક્રીડા કરતા સિંધુ નદીના તટપર કે આકાશગામી પુરૂષનાં મનહર પગલાં મારા જેવામાં આવ્યાં. તેમાં સ્ત્રીના પગલા લેવાથી “તે સપ્રિય છે” એમ મારા જાણવામાં આવ્યું. આગળપર વળી કદલીગૃહ, પુષ્પશચ્યા, ઢાલ અને તરવાર મારા જેવામા આવ્યા, ત્યાં નજીકમાં એક વૃક્ષની સાથે લેહના ખીલાઓથી સજડ કરેલ એક વિદ્યાધરને મેં જોયે. અને તેની તરવારના સ્થાનમાં ઔષધિના ત્રણ વલય દીઠા. તેમાં એક ઔષધિ પ્રયોગ કરીને મેં મારી બુદ્ધિથી તેને છુટ કર્યો, બીજી ઔષધિથી ત્રણરહિત કર્યો અને ત્રીજીથી તે સચેત થઈને મને કહેવા લા –“વૈતાઢ્ય પર્વત પર શિવમદિર નામે નગરમાં મહેંદ્રવિક્રમ રાજાને હું અસિતગતિ નામે પુત્ર છું. એક દિવસે ધૂમશિખ અને ગારમુંડ નામે બે મિત્રે સહિત ક્રીડા કરતે હું હિમત પર્વત પર ગયે. ત્યાં મારા મામા હિરણ્યરોમ તપસ્વીની સુમાલિક નામે એક રમણીય કુમારી મેં જોઈ. ત્યાંથી કામા થઈને હું મારે સ્થાને ગયે. મિત્રના મુખથી મારી તેવી સ્થિતિ જાણુને મારા પિતાએ તરત તે કન્યાને તેડાવીને તેની સાથે મને પરણુ એટલે તેની સાથે લેગ વિલાસ કરતે હું ત્યાં રહો.એક વખત ધમશિખ તેમાં આસક્ત છે એમ કેટલીક ઇગિત ચેષ્ટાથી મારા જાણવામાં આવ્યું. તે પણ હું તેની સાથે ફરતે ફરતે અહીં આવ્યું. પછી વિશ્વાસઘાતિ તેણે પ્રમત્ત એવા મને ખીલાથી સજજ કર્યો અને સુકુમાલિકાનું હરણ કર્યું. પણ આ વખતે તમે મને મુક્ત કર્યો, તે નિષ્કારણ મિત્ર એવા તારે હું શું પ્રત્યુપકાર કરૂ કે જેથી હું ઋણ મુક્ત થાઉં.” એટલે મેં કહ્યું–હે સુંદર! હું તારા દર્શનથી કૃતકૃત્ય છું.” પછી તે વિદ્યાધર ઉડીને ચાલ્યા ગયે અને હું ઘરે ગયે. અનુક્રમે હું વન પામ્યું, એટલે મારા પિતાએ સર્વાર્થ નામના મારા મામાની મિત્રવતી નામે પુત્રી, શુભ દિવસે મને પરણાવી. પરંતુ હું કળામા આસક્ત હોવાથી લેશ પણ તેની સાથે ભેગ ભેગવવા તત્પર ન થયે, મારા માતાપિતાએ એવુ જોઈને “ આ મુગ્ધ છે” એમ જાણ્યું. પછી હુશીયારી વધારવા માટે માત પિતાએ મને લલિત (હક) ગેઝીમાં જેડ. એટલે હું મારી ઈચ્છા મુજબ ઉપવનાદિકમાં ફરવા લાગ્યા. કલિંગસેના વેશ્યાની વસતિસેના નામે પુત્રીના ઘરે બાર વરસ મેં વિલાસ કર્યો. ત્યાં અજ્ઞાનથી સેળ કેટી સુવર્ણ મેં વ્યય કર્યો. ત્યાર પછી “ આ દરિદ્ર થઈ ગયો છે એમ જાણીને કલિંગસેનાએ મને કહાડી મૂકો. એટલે માબાપનું મરણ જાણીને દુઃખી થયેલ મે હૈયે ધરીને વ્યાપાર કરવાને માટે પોતાની પત્નીનાં આભરણે લીધા અને એક દિવસે મામાની સાથે ઉશીરવતિ નગર તરફ હું ચાલે ત્યાં તે આભરણેના બદલામાં મે કપાસ ખરીદ્યો ત્યાંથી તાલિમ નગરી તરફ જતા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy