SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવકુમારનું છત્તાંત વૈતાઢ્ય પર્વતપર કિરગીત નગરમાં અચિજાલી નામે રાજા હતા, તેના તલગ અને અશનિવગ નામે બે પુત્ર થયા. જવલનવેગને રાજ્યપર બેસારીને અર્ણિમાલીએ દીક્ષા લીધી. હવે જવલનગની વિમલા રાણીને અંગારક નામે પુત્ર થયે અને હું અશનિવેગની સુપ્રભા રાણુથી જન્મેલી પુત્રી છું. પછી જવલનગ અશનિવેગને રાજ્ય આપીને સ્વર્ગે ગયે. એટલે પિતાની વિદ્યાના બળથી તેને બહાર કઢાડીને અંગારકે રાજ્ય લઈ લીધું. પછી મારા પિતા અધ્યા"પદ પર્વત પર ગયે અને ત્યાં આંગિરસ નામના એક ચારણમુનિને તેણે પૂછયું– “હે ભગવન! મને રાજ્ય મળશે કે નહિ?? ત્યારે મુનિ બાલ્યા કે “તારી શ્યામા પુત્રીના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે અને તે જલાવર્તના હાથીને જીતવાથી ઓળખાશે.” પછી સુનિના વચન૫ર વિશ્વાસ રાખી, મારે પિતા અહીં નગર વસાવીને રહ્યો છે, અને ત્યા જલાવર્ત પર નિરંતર બે વિદ્યાધરને મોકલે છે. ત્યાં હાથીને જીતીને તમે તેના પર બેઠા એટલે તે વિલાએ તમને જોયા. એટલા માટે છે સ્વામિન ! તમને અહીં લઈ આવ્યા છે અને અશનિવેગ મારા પિતાએ તમારી સાથે મને પરણાવી. અને વળી પહેલાં ધરણેન્દ્ર અને વિદ્યાધરેએ મળીને એ નિર્ણય કર્યો છે કે – આહત ચૈત્યની નજીક અને સાધુની સમીપે રહેલ જી સહિત એને જે મારશે, તે વિદ્યારહિત થઈ જશે. એ કારણ માટે તે સ્વામિન ! મેં તમારા અવિયાગ માગે, કે જેથી અંગારક એકલા તમને ન મારે.” એ સાંભળી કુમાર તેની સાથે કલાભ્યાસના વિનોદમાં વખત વીતાવવા લાગ્યા. એક દિવસે પોતાની સ્ત્રી સાથે સુતેલ કુમારને રાત્રે અંગારક ઉપાડી ગયે. એવામાં વસુદેવ જાગ્રત થતાં મને કોણ ઉપાડી ચાલ્ય?” એમ વિચાર કરે છે, તેવામાં યમ સમાન મુખવાળા અંગારકને “ઉભું રહે” એમ બોલતી ને ખડગને ધારણ કરતી શ્યામાને તેણે દીઠી. એટલે અંગારકે તેણના બે કટકા કરી નાખ્યા. આથી પીડા પામતા વસુદેવે બને બાજુ અંગારકની સાથે યુદ્ધ કરતી બે શ્યામા જોઈ એટલે આ માયા છે, એમ ધારીને વસુદેવે તે અંગારને માથામાં સુષ્ટિ પ્રહાર કર્યો. એ પ્રહારની પીડાથી તેણે કુમારને આકાશમાંથી પડતા મૂકો અને તે ચંપાનગરીની બહાર સરોવરમા પડશે. હંસની જેમ તે સરોવર તરીને તેના તટપર આવેલા ઉપવનમાં રહેલ શ્રી વાસુપૂજ્યભગવંતના ચૈત્યમાં તેણે પ્રવેશ કર્યો, ભગવંતને વંદન કરી, બાકીની રાત્રિ વીતાવીને તે ભેગા થયેલા એક વિપ્રની સાથે ચંપાનગરીમાં ગયે, ત્યાં સ્થાને સ્થાને વીણા વગાડતા યુવાનને જોઈને તેનું કારણ તેણે પેલા બ્રાહ્મણને પૂછયું. એટલે બ્રાહ્મણ બોલ્યો કે “અહીં ચાદર નામે એક શેઠ છે, તેને ગધવરના નામે કન્યા કે જે અત્યંત રૂપવતી અને કલાવતી છે, તેને એવું પણ છે કે “સ ગીતમાં મને જે જીતશે, તે મારે ભર્તી થશે. તેથી આ બધા લોકો વીણુ વગાડવામાં તત્પર થઈ ગયા છે મહિને મહિને સુગ્રીવ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy